ઇયાન હીલીએ ભારતીય ક્રિકેટ બોર્ડની નવી ગાઇડલાઇન્સનું ઉદાહરણ આપીને અન્ય દેશોની ટીમોને મહત્ત્વપૂર્ણ ચેતવણી આપી છે
ઇયાન હીલી
ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ઇયાન હીલીએ ભારતીય ક્રિકેટ બોર્ડની નવી ગાઇડલાઇન્સનું ઉદાહરણ આપીને અન્ય દેશોની ટીમોને મહત્ત્વપૂર્ણ ચેતવણી આપી છે. ૧૯૮૮થી ૧૯૯૯ દરમ્યાન ઇન્ટરનૅશનલ મૅચમાં શાનદાર ક્રિકેટ રમનાર ૬૦ વર્ષના ઇયાન હીલી કહે છે કે ‘ભારતીય ક્રિકેટ એક નવા આકારમાં ઢળી રહ્યું છે. ક્રિકેટ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલું કડક અને મક્કમ વલણ દર્શાવે છે કે ટીમમાં ક્યાંક શિસ્તનો અભાવ હતો. કદાચ મૅનેજમેન્ટ અને પ્લેયર્સ રમતગમત મહાસત્તાનું પ્રતિનિધિત્વ કરવાના સ્વપ્નને યોગ્ય માન આપી રહ્યા નથી. અન્ય દેશોએ પણ સાવધ રહેવું પડશે જેથી વસ્તુઓ આ રીતે પાટા પરથી ન ઊતરી જાય.’