ગાંગુલી અને શાહના કાર્યકાળને વધારવા ૧૬ ફેબ્રુઆરીએ SC કરશે નિર્ણય
ગાંગુલી અને શાહના કાર્યકાળને વધારવા ૧૬ ફેબ્રુઆરીએ SC કરશે નિર્ણય
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ ગયા વર્ષે જ પૂરો થઈ ગયો હતો. જોકે આ બન્ને હસ્તીઓએ પોતાનો કાર્યકાળ ૨૦૨૫ સુધી વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર ૧૬ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.
વાસ્તવમાં સૌરવ ગાંગુલી અને જય શાહે જ્યારે બીસીસીઆઇના પ્રેસિડન્ટ અને સેક્રેટરી તરીકે કારોબાર સંભાળ્યો હતો ત્યારે સ્ટેટ બોર્ડના છ વર્ષના કાર્યકાળમાંથી તેમના માત્ર નવ મહિના બાકી રહ્યા હતા. એવામાં બીસીસીઆઇએ ૨૧ એપ્રિલે આ બન્ને હસ્તીઓનો કાર્યકાળની મુદત વધારવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
વર્તમાન નિયમ અનુસાર જો કોઈ અધિકારી બીસીસીઆઇ કે સ્ટેટ બોર્ડમાં ત્રણ-ત્રણ વર્ષના બે કાર્યકાળ પૂરા કરી લે તો તેને ત્રણ વર્ષનો બ્રેક લેવો પડે છે.

