Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL ચેમ્પિયનશીપ પડશે ઝાંખીઃ અમૂક ખેલાડીઓને રમવાનો મોકો નહીં મળે તો ફેન્ચાઇઝી પાસેથી લઇ લેવાશે આ છૂટ

IPL ચેમ્પિયનશીપ પડશે ઝાંખીઃ અમૂક ખેલાડીઓને રમવાનો મોકો નહીં મળે તો ફેન્ચાઇઝી પાસેથી લઇ લેવાશે આ છૂટ

Published : 02 January, 2023 12:22 PM | Modified : 02 January, 2023 01:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતમાં ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


IPL 2023 (IPL 2023)નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તાજેતરમાં કોચીમાં યોજાયેલી હરાજીમાં ખેલાડીઓ પર રેકૉર્ડ બોલી લગાવવામાં આવી હતી. ઈંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કેરેનને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે T20 લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. દરમિયાન, રવિવારે મુંબઈમાં BCCIની સમીક્ષા બેઠક યોજાઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું છે કે NCA હવે IPL ટીમો સાથે મળીને કામ કરશે, જેથી મોટા ખેલાડીઓ પર કામનું ભારણ ઘટાડી શકાય. ભારતમાં ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે 20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) અને ઈંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (England and Wales Cricket Board)નો તેમના ખેલાડીઓ સાથે આવો કરાર પહેલાથી જ છે અને ફ્રેન્ચાઈઝી પણ તેમની સાથે છે. છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો 2021 અને 2022માં સતત બે વર્ષ સુધી T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વાત સામે આવી રહી હતી કે BCCI IPLમાં ખેલાડીઓના વર્કલોડ પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ, ફ્રેન્ચાઇઝીએ બીસીસીઆઇ અને એનસીએને સીધા ખેલાડીઓનું સંચાલન કરવાનો અધિકાર આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેઓ સમયાંતરે અહેવાલો શેર કરતા રહે છે.



પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેરાત કરી


બીસીસીઆઈએ પહેલીવાર સત્તાવાર રીતે આઈપીએલમાં મોનિટરિંગની વાત કરી છે. જો તે વર્કલોડની બાબત છે, તો તે જોવાનું રસપ્રદ રહેશે કે બોર્ડ તેના વિશે શું વિચારે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ECB નિયમિતપણે ફ્રેન્ચાઇઝીસને ખેલાડીઓનો ડેટા શેર કરવા કહે છે. આના આધારે તેમને વિદેશી ટી20 લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવી છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ કહ્યું કે, “બીસીસીઆઈ કોઈપણ ફ્રેન્ચાઈઝીને કોઈ ખેલાડીને આરામ આપવાનું કહી શકે નહીં. તેઓ ચોક્કસપણે વર્કલોડ પર નજર રાખી શકે છે અને કોઈપણ ડેટા શેર કરવા માટે કહી શકે છે, પરંતુ તેઓ નક્કી કરી શકતા નથી કે કયો ખેલાડી કેટલી મેચ રમશે અથવા કયો બોલર કેટલી ઓવર ફેંકશે.


આ પણ વાંચો: ભારતની મર્યાદિત ઓવર્સની ક્રિકેટઃ અમર્યાદિત સવાલોની માયાજાળ

આ મામલો 2020માં આવ્યો હતો

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની જેમ ભારતમાં ડેટા શેરિંગ નિયમોનો અમલ મુશ્કેલ સાબિત થયો છે. UAEમાં 2020 IPL દરમિયાન, BCCIના તત્કાલિન અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે રોહિત શર્માને હેમસ્ટ્રિંગ છે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેના નામ પર વિચાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ તે IPL મેચ રમવા ગયો હતો. માહિતી અનુસાર, એવા ઘણા કિસ્સાઓ છે કેટલીક મોટી ફ્રેન્ચાઇઝીએ NCA સાથે ડેટા શેર કરવાનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં બોર્ડ માટે વર્કલોડને મેનેજ કરવું સરળ નથી.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK