ભારતની વિમેન્સ ક્રિકેટર્સ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમાઇમા રૉડ્રિગ્સ અને રિચો ઘોષ આ વર્ષે આ ટુર્નામેન્ટમાં રમ્યાં હતાં. જોકે કોઈ પુરુષ ક્રિકેટર્સ ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમને કારણે આ ટુર્નામેન્ટમાં રમ્યા નથી.
ધ હંડરેડ ક્રિકેટ ટુર્નામેન્ટ
ઇંગ્લૅન્ડ ઍન્ડ વૉલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) દ્વારા સંચાલિત ધ હન્ડ્રેડ ક્રિકેટ ટુર્નામેન્ટ ભારત અને અમેરિકાના રોકાણકારોને આકર્ષવા માટે ટીમની સંખ્યા વધારીને ૧૦ કરવાનું વિચારી રહી છે. ન્યુઝ પેપર ‘ધ ટેલિગ્રાફ’માં આવેલા રિપોર્ટ મુજબ ઈસીબીએ વિવિધ કાઉન્ટીઓ સાથે ચર્ચા શરૂ કરી છે તેમ જ ત્યાર બાદ આગામી વર્ષોમાં બે ટીમ વધારવા મામલે નિર્ણય લેશે. ભારત અને અમેરિકાના રોકાણકારોએ વર્તમાન આઠ ટીમમાં પણ રસ દેખાડ્યો છે. ઈસીબીની આ ટી૨૦ ટુર્નામેન્ટને બે વર્ષ થઈ ગયાં છે, છતાં વિદેશોમાં પોતાની જોઈએ એવી ખ્યાતિ મેળવી શકી નથી. આઇપીએલની અમુક ટીમોએ યૉર્કશર કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં હિસ્સો ખરીદવામાં રસ દેખાડ્યો હતો. આગામી પાંચ વર્ષમાં જે બે ટીમ વધારવામાં આવશે એ બ્રિસ્ટલ ઍન્ડ ટૌનટોન હશે. ભારતની વિમેન્સ ક્રિકેટર્સ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમાઇમા રૉડ્રિગ્સ અને રિચો ઘોષ આ વર્ષે આ ટુર્નામેન્ટમાં રમ્યાં હતાં. જોકે કોઈ પુરુષ ક્રિકેટર્સ ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમને કારણે આ ટુર્નામેન્ટમાં રમ્યા નથી.

