Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધીરજનાં ફળ મીઠાં: આખરે અર્જુન તેંડુલકરને મળી મુંબઈ IPLમાં ડેબ્યૂ કરવાની તક

ધીરજનાં ફળ મીઠાં: આખરે અર્જુન તેંડુલકરને મળી મુંબઈ IPLમાં ડેબ્યૂ કરવાની તક

Published : 16 April, 2023 05:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ડોમેસ્ટિક ક્રિકેટમાં આગવી ઓળખ ઊભી કરનાર 23 વર્ષીય અર્જુન તેંડુલકરે રવિવારે કોલકાતા સામે આઇપીએલની શરૂઆત કરી હતી

તસવીર સૌજન્ય: મુંબઈ ઈન્ડિયન્સનું ટ્વિટર એકાઉન્ટ

તસવીર સૌજન્ય: મુંબઈ ઈન્ડિયન્સનું ટ્વિટર એકાઉન્ટ


IPLનો ઉત્સાહ હાલ ચરમસીમા પર છે. બીજી તરફ IPLમાં નવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) છેલ્લા ઘણા સમયથી આઈપીએલમાં પ્રવેશ કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રવિવારે આ અંગે મોત સમાચાર આવ્યા છે. ઓલરાઉન્ડર અર્જુને તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ડેબ્યૂ કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના કેપ્ટન રોહિત શર્માએ અર્જુન તેંડુલકરને ડેબ્યૂ કેપ આપી હતી. તેને અરશદ ખાનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.


ત્રણ વર્ષ રાહ જોઈ



ડોમેસ્ટિક ક્રિકેટમાં આગવી ઓળખ ઊભી કરનાર 23 વર્ષીય અર્જુન તેંડુલકરે રવિવારે કોલકાતા સામે આઇપીએલની શરૂઆત કરી હતી. જોકે, આ ડેબ્યૂ માટે તેને ત્રણ વર્ષ લાંબી રાહ જોવી પડી હતી. મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરને 2021ની આઈપીએલ હરાજીમાં 20 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. આ પછી, તે સતત નેટમાં પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.



ગુજરાતના કારણે અર્જુનના 10 લાખ રૂપિયા વધ્યા

ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરની કોચીમાં યોજાયેલી હરાજીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને કારણે 10 લાખ રૂપિયાનો વધારો થયો હતો. હરાજીમાં અર્જુન તેંડુલકરની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. હરાજીમાં ગુજરાતની ટીમે અર્જુન પર રસ દાખવ્યો અને બોલી લગાવી હતી. મુંબઈ કોઈ પણ રીતે અર્જુનને છોડવા માગતું ન હતું. આ કારણે મુંબઈએ પણ બોલી લગાવી અને 30 લાખ રૂપિયામાં અર્જુન ફરીથી મુંબઈની ટીમ સાથે જોડાયો.

આ પણ વાંચો: IPL 2032: લોકેશ રાહુલના ફાસ્ટેસ્ટ ૪૦૦૦ રન

ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન

મુંબઈના અર્જુન તેંડુલકરે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે પહેલાં મુંબઈની ટીમ માટે રમતો હતો, પરંતુ છેલ્લી સીઝનમાં તે ગોવાની ટીમ માટે રમવા ઊતર્યો હતો. તેણે 7 ફર્સ્ટ ક્લાસ મેચમાં 17 વિકેટ અને 223 રન બનાવ્યા છે. તેવી જ રીતે, 7 લિસ્ટ-એ મેચોમાં તેણે 8 વિકેટ અને 25 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 9 ટી20 મેચમાં 12 વિકેટ અને 20 રન બનાવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2023 05:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK