ડ્રૉ રહેલી મૅચમાં તે પ્લેયર ઑફ ધ મૅચ પણ જાહેર થઈ હતી. તે ભારતની વિમેન્સ-એ ટીમ સામે રમી છે, પણ સિનિયર ટીમમાં હજી સુધી જગ્ગા મેળવી શકી નથી.
તનુશ્રી સરકાર
પશ્ચિમ બંગાળની ૨૬ વર્ષની ઑલરાઉન્ડર તનુશ્રી સરકારે ભારતની વિમેન્સ મલ્ટિ-ડે ચૅલેન્જર ટ્રોફી ટુર્નામેન્ટમાં બે સેન્ચુરી ફટકારીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચમાં બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી કરનાર પહેલી મહિલા ક્રિકેટર બની છે.
ઇન્ડિયા-સી ટીમ તરફથી ઇન્ડિયા-એ ટીમ સામે ત્રીજા ક્રમે બૅટિંગ કરતાં તેણે પહેલી ઇનિંગ્સમાં ૨૭૮ બૉલમાં ૨૧ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૫૩ રન કર્યા હતા, જ્યારે બીજી ઇનિંગ્સમાં તેણે ૧૮૪ બૉલમાં ૧૩ ચોગ્ગાની મદદથી ૧૦૨ રન બનાવ્યા હતા. આ ડ્રૉ રહેલી મૅચમાં તે પ્લેયર ઑફ ધ મૅચ પણ જાહેર થઈ હતી. તે ભારતની વિમેન્સ-એ ટીમ સામે રમી છે, પણ સિનિયર ટીમમાં હજી સુધી જગ્ગા મેળવી શકી નથી.

