ઑક્ટોબરમાં ટી20 વર્લ્ડ કપ રમાવાની સંભાવના ઘણી ઓછી છે : માર્ક ટેલર
માર્ક ટેલર
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ડિરેક્ટર અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માર્ક ટેલરનું કહેવું છે કે આ અઠવાડિયામાં આઇસીસીએ ટી20 વર્લ્ડ કપ વિશે કંઈક નિર્ણય લઈ લેવો જોઈએ. આ ટુર્નામેન્ટ ૧૯ ઑક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન યોજાવાની છે, પણ કોરોના વાઇરસને કારણે આ ટુર્નામેન્ટ યોજાશે કે નહીં એના પર પ્રશ્ન ચિહ્ન મુકાયો છે.
માર્ક ટેલરનું કહેવું છે કે ‘જો આ અઠવાડિયામાં આઇસીસી ટુર્નામેન્ટના સંદર્ભમાં કોઈ નિર્ણય લઈ લે તો એ સારું કહેવાશે જેથી કરીને જો એ ટુર્નામેન્ટ યોજાવાની હોય તો એની તૈયારી શરૂ કરી શકાય અને અમે અહીં બેસીને કિન્તુ, પરંતુ, કદાચ જેવા શબ્દો કહેવાનું બંધ કરી શકીએ. મારું માનવું છે કે ટી20 વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયામાં ઑક્ટોબરથી આગળ વધારી શકાય એમ નથી. પણ શું ઑક્ટોબર-નવેમ્બરમાં આ ટુર્નામેન્ટ યોજવી સંભવ લાગે છે? મારો જવાબ છે લગભગ ના.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)