નારાજ પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ એક યુટ્યુબ ચૅનલના ઇન્ટરવ્યુમાં કહ્યું
T20 World Cup
ફાઇલ તસવીર
આર્મીની ટ્રેઇનિંગ લીધા બાદ પણ T20 વર્લ્ડ કપ 2024માં ખરાબ પ્રદર્શન કરીને બહાર થયેલી પાકિસ્તાની ટીમને તેમના જ દેશના લોકો ટ્રોલ કરી રહ્યા છે. આ વાતથી નારાજ પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ એક યુટ્યુબ ચૅનલના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સારા સમયમાં બધા તમને સપોર્ટ કરશે, પણ હું હંમેશાં કહું છું કે ખરાબ સમયમાં પણ ફૅન્સનો સપોર્ટ હોવો જોઈએ. અમે કોઈ ગલી ક્રિકેટની ટીમ નથી, આ પાકિસ્તાની ક્રિકેટ ટીમ તમારી પણ છે. જો ફૅન્સ તરીકે તમે અમને આવા સમયમાં સપોર્ટ નથી કરતા તો તમે માત્ર મીડિયા જેવા છો.’