Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > WWE, જૉકો​વિચ અને મેસી સ્ટાઇલમાં હિટમૅને કર્યું સેલિબ્રેશન

WWE, જૉકો​વિચ અને મેસી સ્ટાઇલમાં હિટમૅને કર્યું સેલિબ્રેશન

01 July, 2024 09:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાર્બેડોઝની પિચની માટી ખાઈને રોહિત શર્માએ ઐતિહાસિક જીતનો સ્વાદ માણ્યો

રોહિત શર્મા

રોહિત શર્મા


કુલદીપ યાદવના કહેવા પર કૅપ્ટને કર્યું હતું બ્રેક-ડાન્સ સેલિબ્રેશન


એક કૅપ્ટન તરીકે પહેલો વર્લ્ડ કપ જીતનાર રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની રોમાંચક જીત બાદ આઉટ ઑફ કન્ટ્રોલ થઈ ગયો હતો. ૨૦ ઓવર પૂરી થયા બાદ ઇમોશનલ થઈને તે મેદાન પર આડો પડ્યો હતો. WWEની મૅચની જેમ તેણે હાથ જમીન પર જોરજોરથી પછાડીને સેલિબ્રેશન શરૂ કર્યું હતું. બાર્બેડોઝની પિચની માટી ખાઈને તેણે ટેનિસસ્ટાર નોવાક જૉકોવિચ જેવું સેલિબ્રેશન કર્યું હતું. જૉકોવિચ ટાઇટલ જીત્યા બાદ ટેનિસ કોર્ટની માટી-ઘાસ ખાઈને સેલિબ્રેશન કરે છે. ૨૦૨૨માં ફુટબૉલમાં લિયોનેલ મેસીનો દેશ આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ ચૅમ્પિયન બન્યો ત્યારે તેણે અનોખી સ્ટાઇલમાં ટીમ સાથે સેલિબ્રેશન કર્યું હતું. જોકે મેડલ સેરેમની વખતે કુલદીપ યાદવે તેને સ્પેશ્યલ ડાન્સ કરવા કહ્યું હતું જેને કારણે ટ્રોફી કલેક્ટ કરતાં પહેલાં તે બ્રેક-ડાન્સ કરીને ટીમ પાસે પહોંચ્યો હતો. આ તમામ સેલિબ્રેશન ભારતીય ક્રિકેટ વર્ષો સુધી યાદ રાખશે. ફિફા અને વિમ્બલ્ડન દ્વારા સોશ્યલ મીડિયા પર ​હિટમૅનના આ સ્પેશ્યલ સેલિબ્રેશનના ફોટો શૅર કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2024 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK