પાકિસ્તાનના નૅશનલ ઍન્થમ સમયે નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમથી થોડે દૂર એક ઍરક્રાફ્ટ ઊડતું જોવા મળ્યું હતું
T20 World Cup
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વરસાદના વિઘ્નને કારણે ભારતીય સમય અનુસાર સાંજે ૮.૫૦ વાગ્યે શરૂ થયેલી ભારત-પાકિસ્તાનની મૅચ પહેલાં એક ચોંકાવનારો નઝારો જોવા મળ્યો હતો. આખી દુનિયાની નજર જ્યારે આ મૅચ પર હતી ત્યારે પાકિસ્તાનના નૅશનલ ઍન્થમ સમયે નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમથી થોડે દૂર એક ઍરક્રાફ્ટ ઊડતું જોવા મળ્યું હતું જેની પાછળ ઇંગ્લિશમાં સંદેશ લખ્યો હતો કે ઇમરાન ખાનને મુક્ત કરો.
ADVERTISEMENT
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને વડા પ્રધાન ઇમરાન ખાન ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના રાવલપિંડીની જેલમાં બંધ છે. તેમની ધરપકડ બાદ તેમના સમર્થક આખી દુનિયામાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.