પહેલી મૅચ જીતીને આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ટીમ સામે આજે પહેલી મૅચ હારીને આવેલી બંગલાદેશનો પડકાર હશે
T20 World Cup
ઍરપોર્ટથી બાર્બેડોઝ જવા રવાના થયેલા અમેરિકા-વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર્સ
સુપર-એઇટ રાઉન્ડમાં આજે ભારતીય સમય અનુસાર સવારે ૬ વાગ્યાથી યજમાન દેશ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ વચ્ચે બાર્બેડોઝમાં જંગ જામશે. T20 ઇન્ટરનૅશનલમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની આ પહેલી ટક્કર છે. આ પહેલાં બન્ને ટીમ વન-ડે ક્રિકેટમાં એક વાર સામસામે આવી હતી. ૨૦૨૩ની આ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ૩૯ રને જીત મેળવી હતી. યજમાન દેશની ટીમો સુપર-એઇટની પ્રથમ મૅચ હારી છે એથી બન્ને ટીમ માટે આજની મૅચ ‘કરો યા મરો’ જેવી છે. જે ટીમ હારશે એ સેમી ફાઇનલિસ્ટ બનવાની રેસમાંથી બહાર થઈ જશે. અમેરિકા સુપર-એઇટની અંતિમ મૅચ ૨૩ જૂને ઇંગ્લૅન્ડ સામે રમશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ ૨૪ જૂને સાઉથ આફ્રિકા સામે રમશે.
પહેલી મૅચ જીતીને આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ટીમ સામે આજે પહેલી મૅચ હારીને આવેલી બંગલાદેશનો પડકાર હશે. સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં સાંજે ૮ વાગ્યાથી આ મૅચ શરૂ થશે. ૨૪ જૂને ઑસ્ટ્રેલિયા સામેની મૅચ પહેલાં બંગલાદેશને હરાવીને ભારતીય ટીમ પોતાને વધારે મજબૂત બનાવવા પર ફોકસ કરશે. જો બંગલાદેશ આજની મૅચ હારશે તો ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ જશે. બંગલાદેશે ૨૦૨૩માં ભારતને હરાવીને T20 ઇન્ટરનૅશનલમાં ભારતની બંગલાદેશ સામેની અજેય લીડ તોડી હતી.
ADVERTISEMENT
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૩ |
ભારતની જીત |
૧૨ |
બંગલાદેશની જીત |
૦૧ |