ત્રેવીસમો T20 રૅન્ક ધરાવતી ટીમે અગિયારમા રૅન્કની આયરલૅન્ડની ટીમને હરાવી
T20 World Cup
કૅનેડાની ટીમ
પ્રથમ મૅચમાં ૧૯૬ રન બનાવવા છતાં યજમાન અમેરિકા સામે હારી ગયેલી કૅનેડાની ટીમે T20 વર્લ્ડ કપ 2024માં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. આયરલૅન્ડ સામે માત્ર ૧૩૭ રન બનાવવા છતાં કૅનેડાએ મજબૂત બોલિંગ વડે આ સ્કોર બચાવ્યો અને ૧૨ રને જીત મેળવી હતી. આ સાથે અેણે T20 વર્લ્ડ કપમાં પોતાનું ખાતું પણ ખોલાવ્યું. કૅનેડાની ટીમનો આ પહેલો T20 વર્લ્ડ કપ છે.
આ મૅચ બાદ કૅનેડા પહેલાં પાકિસ્તાન સામે રમશે અને અંતે ૧૫ જૂને ભારતીય ટીમ સામે ટકરાશે, જ્યારે આયરલૅન્ડનો મુકાબલો પાકિસ્તાન અને યજમાન અમેરિકા સામે થશે છે. ગ્રુપ Aના પૉઇન્ટ્સ ટેબલમાં કૅનેડા બે પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે અને આયરલૅન્ડ બે હાર સાથે પાંચમા ક્રમે છે. અમેરિકા બે જીત સાથે પ્રથમ ક્રમે જ્યારે ભારત ૧ જીત સાથે બીજા ક્રમે અને પાકિસ્તાન ૧ હાર સાથે ત્રીજા ક્રમે છે.