Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટી-20 વર્લ્ડ કપમાં વિનર સાથે ભાગ લેનારી દરેક ટીમ પર થશે પૈસાનો વરસાદ: આઇસીસીએ કરી જાહેરાત

ટી-20 વર્લ્ડ કપમાં વિનર સાથે ભાગ લેનારી દરેક ટીમ પર થશે પૈસાનો વરસાદ: આઇસીસીએ કરી જાહેરાત

03 June, 2024 08:27 PM IST | New York
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

T-20 World Cup 2024: આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો સામેલ છે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે.

ટી20 વર્લ્ડ કપની ટ્રોફી (તસવીર સૌજન્ય : આઇસીસી સોશિયલ મીડિયા)

ટી20 વર્લ્ડ કપની ટ્રોફી (તસવીર સૌજન્ય : આઇસીસી સોશિયલ મીડિયા)


આઈસીસી મેન્‍સ ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે ટી20 વર્લ્ડ કપની (T-20 World Cup 2024) મેચો બીજી જૂનથી 29 જૂન સુધી વેસ્ટઈન્ડીઝ અને અમેરિકામાં થવાની છે. આ વર્લ્ડકપમાં ભાગ લેતી દરેક ટીમો પર પૈસાનો વરસાદ થવાનો છે એવી જાહેરાત પોતે ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ (ICC)એ કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મૂકીને આઇસીસીએ આ અંગે જાહેરાત કરી છે.


ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતનાર ટીમને અંદાજે 20.36 કરોડ રૂપિયા એટલે કે 2.45 મિલિયન ડૉલર મળશે. ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં વિજેતા ટીમને આટલી રકમ મળશે. ફાઇનલમાં હારનારી ટીમ એટલે કે રનર-અપ ટીમને 10.64 કરોડ રૂપિયા એટલે કે 1.28 મિલિયન ડૉલરની રકમ ઈનામમાં મળશે. તેમ જ સેમિફાઇનલમાં પહોંચનારી ટુર્નામેન્ટની (T-20 World Cup 2024) બંને  ટીમોને 6.54 કરોડ રૂપિયા લગભગ 787,500 ડૉલર મળશે. ટી20 વર્લ્ડકપમાં આ વખતે 20 ટીમો ભાગ લઈ રહી છે જેથી દરેક ટીમને આઇસીસી તરફથી ઈનામ રકમ જાહેર કરવામાં આવી છે. જેથી સુપર-8થી આગળ ક્વોલિફાય નહીં થનારી ટીમોમાંથી દરેક ટીમને 382,500 ડૉલર આશરે 3.17 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવવાના છે.



વર્લ્ડ કપના પોઇન્ટ્સટેબલમાં (T-20 World Cup 2024) નવમાં અને 12માં નંબરની ટીમોને 247,500 ડૉલર અંદાજે 20.57 કરોડ રૂપિયા મળશે અને 13થી 20માં નંબરની ટીમોને 225,000 ડૉલર આશરે 1.87 કરોડ રૂપિયા આઓવામાં આવશે. આ ઉપરાંત મેચ જીતવા પર (સેમિફાઇનલ અને ફાઇનલ સિવાયની દરેક ટીમોને વધારાના 31,154 ડૉલર આશરે 25.89 લાખ રૂપિયા પણ આપવામાં આવવાના છે. ટી20 વર્લ્ડકપ માટે કુલ 11.25 મિલિયન ડૉલર ભારતીય રૂપિયામાં 93.51 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની નક્કી કરવામાં આવી છે.



આ વર્ષના ટી20 વર્લ્ડ કપની મેચ 9 મેદાનોમાં રમાવાની છે. જેમાંથી 6 વેસ્ટઈન્ડીઝમાં અને 3 અમેરિકાના મેદાન પર રમાવાની છે. વેસ્ટઈન્ડીઝમાં મેચ એન્ટિગુઆ, બારબુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇનસ તેમજ ટ્રિનિડાડ અને ટોબેગો માં યોજાઈ રહ્યા છે. જ્યારે અમેરિકા ના ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં મેચો રમાશે.

આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો સામેલ છે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જેમાં યજમાન અમેરિકાની સાથે આયર્લેન્ડ અને કેનેડાની (T-20 World Cup 2024) ટીમ પણ છે. આ વખતે 4 ગ્રુપમાં સામેલ ટીમો એકબીજા સાથે ટકરાશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો ટુર્નામેન્ટમાં આગળ જઈને સુપર-8 રાઉન્ડ રમશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ થશે. આ દરમ્યાન 20 ટીમો વચ્ચે કુલ 55 મેચો રમાશે. તેમ જ ગ્રુપ સ્ટેજમાં 40 અને સુપર-8 રાઉન્ડમાં 12 મેચો રમાવાની છે અને તે બાદ બે સેમિફાઇનલ અને એક ફાઇનલ મેચ થયા બાદ વિનર નક્કી થશે.

T-20 વર્લ્ડ કપની ઈનામી રકમ

  • વિજેતા ટીમને : 20.36 કરોડ રૂપિયા
  • રનર-અપ ટીમને : 10.64 કરોડ રૂપિયા
  • સેમીફાઇનલમાં પહોંચનાર ટીમને : 6.54 કરોડ રૂપિયા
  • બીજા રાઉન્ડથી બહાર થવા પર: 3.17 કરોડ રૂપિયા
  • 9માં થી 12મા સ્થાનની ટીમોને : 2.05 કરોડ રૂપિયા
  • 13માંથી 20માં સ્થાનની ટીમ: 1.87 કરોડ રૂપિયા
  • પ્રથમ અને બીજા રાઉન્ડમાં જીત: 25.89 લાખ રૂપિયા
Whatsapp-channel Whatsapp-channel

03 June, 2024 08:27 PM IST | New York | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK