હાર્દિક પંડ્યા પર એક મૅચનો બૅન છે : રવિવારે CSK સામે પહેલો મુકાબલો
સૂર્યકુમાર યાદવ
ભારતની T20 ક્રિકેટ ટીમનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સની પહેલી મૅચમાં ટીમનું નેતૃત્વ કરશે. મુંબઈની પહેલી મૅચ ૨૩ માર્ચના રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે છે. મુંબઈ ઇન્ડિયન્સના રેગ્યુલર કૅપ્ટન હાર્દિક પંડ્યા પર એક મૅચનો બૅન છે એને પગલે સૂર્યકુમાર કૅપ્ટન્સી કરશે. હાર્દિક પર ગયા વર્ષની IPLની છેલ્લી મૅચ પછી પ્રતિબંધ લાગ્યો હતો. ગયા વર્ષે ઓવર-રેટના નિયમનું તેણે ત્રણ વાર ઉલ્લંઘન કર્યું હતું.

