સૂર્યકુમાર યાદવ ૨૦૧૪થી ૨૦૧૭ સુધી આ જ ટીમનો ભાગ હતો
સૂર્યકુમાર યાદવ
IPL 2025નું ઑક્શન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસનું સૌથી રોમાંચક ઑક્શન બની શકે છે. આ મેગા ઑક્શન પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના બે દિગ્ગજ ક્રિકેટર્સ વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીથી નારાજ રોહિત શર્માની સાથે સૂર્યકુમાર યાદવ પણ મુંબઈ ઇન્ડિયન્સને છોડી શકે છે. રોહિત શર્મા માટે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સે મેગા ઑક્શનમાં ૫૦-૫૦ કરોડ રૂપિયાના પર્સ સાચવી રાખવાની તૈયારી બતાવી છે.
સુર્યકુમાર યાદવને તેની જૂની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સે કૅપ્ટન બનવા માટે ઑફર કરી છે. સૂર્યકુમાર યાદવ ૨૦૧૪થી ૨૦૧૭ સુધી આ જ ટીમનો ભાગ હતો. જો આ અહેવાલો સાચા સાબિત થશે તો IPLની આગામી સીઝનનો રોમાંચક નેક્સ્ટ લેવલ પર હશે.