Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપની ટ્રોફી અને મૅચની તારીખનું ટૅટૂ ચીતરાવશે સૂર્યકુમાર

T20 વર્લ્ડ કપની ટ્રોફી અને મૅચની તારીખનું ટૅટૂ ચીતરાવશે સૂર્યકુમાર

01 July, 2024 12:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકા સામે શનિવારે રમાયેલી ફાઇનલ મૅચમાં સૂર્યકુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સૂર્યકુમાર યાદવ

T20 World Cup 2024

સૂર્યકુમાર યાદવ


સૂર્યકુમાર યાદવ તેના શરીર પર T20 વર્લ્ડ કપની ટ્રોફી અને ફાઇનલ મૅચ રમાઈ હતી એ તારીખનું ટૅટૂ ચીતરાવવાનો છે. સાઉથ આફ્રિકા સામે શનિવારે રમાયેલી ફાઇનલ મૅચમાં સૂર્યકુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યા બોલિંગ માટે આવ્યો ત્યારે સૂર્યકુમાર યાદવે બાઉન્ડરી પર કૅચ પકડ્યો હતો. આ કૅચથી ભારતના લોકોની મૅચ જીતવાની આશા ફરી જાગી હતી. આ કૅચ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ પણ હતો. આ વિશે વાત કરતાં સૂર્યકુમાર યાદવ કહે છે, ‘હું ટ્રોફી અને મૅચની તારીખનું ટૅટૂ ચીતરાવીશ. મેં એ પ્લાન કરી રાખ્યું હતું. મેં ૨૦૨૩માં એ પ્લાન કર્યું હતું, પરંતુ ત્યારે એ શક્ય નહોતું થયું; પરંતુ હમણાં અમે જીતી ગયા. ૨૦૨૪ની ૨૯ જૂન દરેક માટે યાદગાર દિવસ છે. મારી બહેનનો એ જન્મદિવસ પણ છે. તેના માટે આ એકદમ પર્ફેક્ટ ગિફ્ટ હતી અને આપણા બધા માટે યાદગાર દિવસ.’


તે દિલની નજીક ટૅટૂ ચીતરાવશે એવી હિન્ટ આપતાં સૂર્યકુમાર કહે છે, ‘આ મારા દિલની ખૂબ જ નજીક છે અને એને ખૂબ જ લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. એ વિશે વિચાર કરવા માટે મારી પાસે સમય છે, પરંતુ હું સોશ્યલ મીડિયા પર એને શૅર જરૂર કરીશ.’




સ્માર્ટ કૅચ ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે શું કહ્યું?


૩૩ વર્ષના સૂર્યકુમાર યાદવે ૨૦મી ઓવરમાં બે શાનદાર કૅચ પકડીને ભારતને ફાઇનલમાં કારમી હારથી બચાવ્યું હતું. આ કૅચને કારણે તેને ફાઇનલ મૅચ માટે સ્માર્ટ કૅચ ઑફ ધ મૅચના અવૉર્ડ સાથે ૩૦૦૦ ડૉલરની ઇનામી રકમ મળી હતી. તેણે આ મૅચ બાદ કહ્યું હતું કે ‘ચૅમ્પિયન બન્યા બાદ હું મારી પત્નીને ગળે લગાવીને ખૂબ રડ્યો. કૅચ સમયે ત્રણ-ચાર સેકન્ડમાં એવું કંઈ અલગ લાગ્યું નહોતું, પણ હવે મને સમજાયું કે એ કેટલું મહત્ત્વનું હતું. ત્યારે એ જરૂરી હતું. મેં જે પણ કર્યું એના માટે અમે ઘણો સમય વિતાવ્યો હતો અને આવી ક્ષણો માટે ફીલ્ડિંગકોચ સાથે પ્રૅક્ટિસ કરી હતી.’ 

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2024 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK