ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત ત્રણ પ્લેયર્સની વિકેટ લઈને સુનીલ નારાયણ આ ફ્રૅન્ચાઇઝી સામે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર બની ગયો છે
ત્રણ વિકેટ સાથે ૧૮ બૉલમાં ૪૪ રન ફટકારી કલકત્તાનો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો.
શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ(KKR)ના અનુભવી ઑલરાઉન્ડર સુનીલ નારાયણે ચાર ઓવરમાં માત્ર ૧૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ટાર્ગેટ ચેઝ કરતા સમયે ઓપનર તરીકે સુનીલે ૧૮ બૉલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૪૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ પણ રમી હતી. તેણે કલકત્તા માટે સૌથી વધુ ૧૬મો પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતવાનો રેકૉર્ડ બનાવ્યો છે. તેણે આ મામલે વેસ્ટ ઇન્ડીઝના પોતાના જૂના સાથી પ્લેયર આન્દ્રે રસેલનો ૧૫ અવૉર્ડનો રેકૉર્ડ તોડ્યો છે.
ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત ત્રણ પ્લેયર્સની વિકેટ લઈને સુનીલ નારાયણ આ ફ્રૅન્ચાઇઝી સામે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર બની ગયો છે. આ પહેલાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે ચેન્નઈ સામે ૨૪ વિકેટનો રેકૉર્ડ કર્યો હતો.
ADVERTISEMENT
સ્પિનર દ્વારા CSK સામે સૌથી વધુ IPL વિકેટ |
||
નામ |
ઇનિંગ્સ |
વિકેટ |
સુનીલ નારાયણ |
૨૧ |
૨૬ |
હરભજન સિંહ |
૨૧ |
૨૪ |
પીયૂષ ચાવલા |
૨૨ |
૨૨ |
પ્રજ્ઞાન ઓઝા |
૧૫ |
૨૧ |
યુઝવેન્દ્ર ચહલ |
૧૮ |
૧૯ |
13
આટલામી વાર IPLની એક ઇનિંગ્સમાં ૧૫થી ઓછા રન આપવાનો રાશિદ ખાનનો (૧૨ વખત)નો રેકૉર્ડ તોડ્યો નારાયણે.
52
આટલા સ્ટ્રાઇક-રેટથી IPLમાં ધોનીએ નારાયણ સામે રન બનાવ્યા છે, એક બૅટર તરફથી કોઈ પણ બોલર્સ સામે આ સૌથી ખરાબ સ્ટ્રાઇક-રેટ છે.

