ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ઑસ્ટ્રેલિયા ટૂર માટે ભારતીય ટીમને મોટી સલાહ આપી છે. ભારતીય સિનિયર ટીમ આ ટૂર પહેલાં ઑસ્ટ્રેલિયામાં ઇન્ડિયા A સાથે ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ રમવાની હતી, પરંતુ એ રદ કરવામાં આવી છે
સુનીલ ગાવસકર
ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ઑસ્ટ્રેલિયા ટૂર માટે ભારતીય ટીમને મોટી સલાહ આપી છે. ભારતીય સિનિયર ટીમ આ ટૂર પહેલાં ઑસ્ટ્રેલિયામાં ઇન્ડિયા A સાથે ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ રમવાની હતી, પરંતુ એ રદ કરવામાં આવી છે. ગાવસકરે બૉર્ડર ગાવસકર ટ્રોફી (BGT) વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ભારતે પ્રૅક્ટિસ-મૅચ રમવી જોઈએ. બે ટેસ્ટ-મૅચની વચ્ચે પ્રૅક્ટિસ-મૅચ રમવી જોઈએ. સિનિયર પ્લેયર્સ માટે આ જરૂરી નથી, પરંતુ એ યુવા પ્લેયર્સ માટે જરૂરી છે જેઓ અગાઉ ક્યારેય ઑસ્ટ્રેલિયામાં રમ્યા નથી. યશસ્વી જાયસવાલ, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ માટે પ્રૅક્ટિસ-મૅચ જરૂરી છે. યુવા પ્લેયર્સને ઑસ્ટ્રેલિયાની બાઉન્સ પિચો પર રમવાનો અનુભવ આપવો જરૂરી છે.’
ભારતીય બૅટર્સને સલાહ આપતાં તેમણે સૂચન કર્યું કે ‘પ્રૅક્ટિસમાં થ્રો ડાઉનને બદલે નિયમિત બોલિંગ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ફક્ત તમારા પર વિશ્વાસ કરો. બને એટલી પ્રૅક્ટિસ કરો. જસપ્રીત બુમરાહની જગ્યાએ અન્ય ઝડપી બોલરોને રમો. તમે તે બોલરોને બાવીસ યાર્ડને બદલે ૨૦ યાર્ડથી બોલિંગ કરવાનું કહો જેથી બૉલ બૅટ પર ઝડપથી આવે.’