બે મહાન ક્રિકેટર્સની તુલના કરવી મુશ્કેલ હોય છે. સરખામણી કરવી એ આપણી એકમાત્ર નબળાઈ છે. આપણે હંમેશાં પ્લેયર્સની તુલના કરતા રહીએ છીએ. શું તમે ક્યારેય કોઈને પૂછતા જોયા છે
એક ક્રિકેટ ડીબેટ શોમાં ભારત અને પાકિસ્તાનના પ્લેયર્સ સાથે સુનીલ ગાવસકર.
મુંબઈમાં જન્મેલા ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરનાં કેટલાંક નિવેદન હાલમાં ભારે ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન જ્યારે ગાવસકરને પૂછવામાં આવ્યું કે વિરાટ કોહલીને તમે સચિન તેન્ડુલકર સાથે કેવી રીતે રેટ કરશો ત્યારે ગાવસકરે ઇનકાર કરતાં કહ્યું કે ‘હું ક્યારેય બે અલગ-અલગ યુગની તુલના નહીં કરું; કારણ કે રમવાની પરિસ્થિતિ, પિચ અને વિરોધી ટીમો અલગ-અલગ હોય છે. એટલે બે મહાન ક્રિકેટર્સની તુલના કરવી મુશ્કેલ હોય છે. સરખામણી કરવી એ આપણી એકમાત્ર નબળાઈ છે. આપણે હંમેશાં પ્લેયર્સની તુલના કરતા રહીએ છીએ. શું તમે ક્યારેય કોઈને પૂછતા જોયા છે કે શું રિકી પૉન્ટિંગ ગ્રેગ ચૅપલ કરતાં સારો પ્લેયર છે? કોઈ નહીં. વર્તમાન પ્લેયર્સ જેવા છે એવા તેમને સ્વીકારો. કોઈ તુલના નહીં. આ સરખામણી માત્ર આપણે ત્યાં જ થાય છે.’
ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ કેવી રીતે શરૂ થશે?
વસીમ અકરમ, વકાર યુનુસ જેવા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો સાથેની એક ડીબેટમાં જ્યારે ગાવસકરને પૂછવામાં આવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ કેવી રીતે શરૂ થશે ત્યારે એનો જવાબ આપતાં ગાવસકરે સ્પષ્ટ કહી દીધું કે ‘આ એકદમ સરળ છે. બૉર્ડર પર શાંતિ જળવાઈ રહેવી જોઈએ અને મને લાગે છે કે બન્ને દેશની સરકાર એ માટે સાથે બેસીને વાત કરશે. બૉર્ડર પર કોઈ ઘટના ન બને તો એ સંદર્ભે ચર્ચા શરૂ થઈ શકે છે. મને વિશ્વાસ છે કે કેટલાંક બૅક-ચૅનલ કનેક્શન ચાલી રહ્યાં હશે, પણ અમારી જમીન પર જ્યારે અમે ઘૂસણખોરી વિશે સાંભળીએ છીએ ત્યારે અફસોસ થાય છે. એ જ કારણ છે કે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ બધું બંધ નહીં થાય ત્યાં સુધી આપણે કાંઈ કરીશું નહીં અને એના વિશે વાત કરવાનું પણ વિચારીશું નહીં.’

