Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયા સામે ભારત ૩-૧થી જીતશે બૉર્ડર-ગાવસકર ટેસ્ટ-સિરીઝ

ઑસ્ટ્રેલિયા સામે ભારત ૩-૧થી જીતશે બૉર્ડર-ગાવસકર ટેસ્ટ-સિરીઝ

02 September, 2024 07:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે ભવિષ્યવાણી કરતાં કહ્યું...

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકર


૨૦૨૪ના અંતમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી બૉર્ડર-ગાવસકર ટેસ્ટ-સિરીઝની ક્રિકેટ ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે ‘મિડ-ડે’ના માધ્યમથી આ રોમાંચક ટેસ્ટ-સિરીઝ વિશે મહત્ત્વની ભવિષ્યવાણી કરી છે. ‘મિડ-ડે ઇંગ્લિશ’ની કૉલમમાં તેમણે લખ્યું છે કે આ વખતે ભારત ૩-૧થી સિરીઝ જીતવા જઈ રહ્યું છે.


ભારતીય ટીમ બંગલાદેશ (બે મૅચ) અને ન્યુ ઝીલૅન્ડ (ત્રણ મૅચ) સાથે કુલ પાંચ ટેસ્ટ-મૅચ રમશે, એ બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમવા પહેલાં મેન્ટલ ટ્યુનિંગને સારું બનાવશે. ભૂતપૂર્વ ક્રિકેટર્સે માઇન્ડ ગેમ શરૂ કરી દીધી છે. ડેવિડ વૉર્નરની નિવૃત્તિ પછી ઑસ્ટ્રેલિયાની શરૂઆતની બૅટિંગની સમસ્યા વધી છે, મિડલ ઑર્ડર પણ અસ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ બન્ને ટીમો વચ્ચે ઑસ્ટ્રેલિયામાં ૨૨ નવેમ્બર ૨૦૨૪થી ૭ જાન્યુઆરી ૨૦૨૫ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમાશે. 


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK