પર્થ ટેસ્ટ દરમ્યાન ભારત આર્મી ગ્રુપના ફૅન્સ ભારતીય તિરંગા પર ભારત આર્મી લખીને ભારતીય ટીમને ચિયર કરતા ઑસ્ટ્રેલિયામાં જોવા મળ્યા હતા
ભારત આર્મી ગ્રુપના ફૅન્સ ભારતીય તિરંગા પર ભારત આર્મી લખીને ભારતીય ટીમને ચિયર કરતા, સુનીલ ગાવસકરે રોષ વ્યક્ત કર્યો
પર્થ ટેસ્ટ દરમ્યાન ભારત આર્મી ગ્રુપના ફૅન્સ ભારતીય તિરંગા પર ભારત આર્મી લખીને ભારતીય ટીમને ચિયર કરતા ઑસ્ટ્રેલિયામાં જોવા મળ્યા હતા. આ જોઈને કૉમેન્ટરી કરી રહેલા ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું જાણું છું કે ભારતમાં આવા તિરંગા સ્વીકારવામાં આવતા નથી, મને નથી લાગતું કે આ ફૅન્સ ખરેખર ભારતીય છે. મને ખબર નથી કે એમાંથી કેટલા લોકો પાસે ભારતીય પાસપોર્ટ છે એથી કદાચ તેઓ ભારતીય તિરંગાનું મૂલ્ય અને મહત્ત્વ સમજી શકતા નથી. તમારા સપોર્ટ અને યોગદાન માટે આભાર વ્યક્ત કરીએ છીએ, પરંતુ કૃપા કરીને રાષ્ટ્રધ્વજનું સન્માન કરો અને એના પર તમારા ગ્રુપનું નામ શણગારશો નહીં. તમે તમારા ગ્રુપનો એક અલગ ધ્વજ ડિઝાઇન કરો જેને હું ખુશીથી પહેરીશ અને એ મારા માટે ખૂબ જ સન્માનની વાત હશે.’