સુનીલ ગાવસકરે આ સિરીઝની અંતિમ ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાનો સાચો સમય ગણાવીને કહ્યું...
ફાઇલ તસવીર
સુનીલ ગાવસકરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રવિચન્દ્રન અશ્વિનની નિવૃત્તિ લેવાના સમયની ટીકા કરી છે. તેઓ કહે છે કે ‘તે કહી શક્યો હોત કે હું સિરીઝ પૂરી થયા પછી ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં રહીશ. આ રીતે અધવચ્ચેથી નિવૃત્તિ લેવાથી ટીમનો એક સભ્ય ઘટે છે. સિલેક્ટર્સે આ ટૂર માટે ઘણા બધા પ્લેયર્સને કોઈ હેતુથી પસંદ કર્યા છે. જો કોઈ પ્લેયર ઇન્જર્ડ થાય છે તો ટીમમાંથી બીજા પ્લેયરને તેના સ્થાને રમાડી શકાય.’
સુનીલ ગાવસકરે આ સિરીઝની અંતિમ ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાનો સાચો સમય ગણાવીને કહ્યું કે ‘સિડની એક એવી જગ્યા છે જ્યાં સ્પિનર્સને ઘણી મદદ મળે છે. ભારત ત્યાં બે સ્પિનર્સ સાથે રમી શકે છે. તેણે તે મૅચ માટે ટીમમાં હોવું જોઈતું હતું. મને ખબર નથી કે મેલબર્નની પિચ કેવી હશે. સામાન્ય રીતે મારું ધ્યાન સિરીઝની છેલ્લી મૅચ પર જાય છે.’