શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે ત્રણ મૅચની વન-ડે સિરીઝની બીજી મૅચ બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે. વરસાદથી પ્રભાવિત પહેલી મૅચમાં શ્રીલંકાએ ડકવર્થ લુઇસ નિયમ અનુસાર પાંચ વિકેટે જીત મેળવી હતી
ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન હેડ કોચ સનથ જયસૂર્યા અને ડૅરેન સૅમી.
શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે ત્રણ મૅચની વન-ડે સિરીઝની બીજી મૅચ બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે. વરસાદથી પ્રભાવિત પહેલી મૅચમાં શ્રીલંકાએ ડકવર્થ લુઇસ નિયમ અનુસાર પાંચ વિકેટે જીત મેળવી હતી. બન્ને ટીમ વચ્ચે ૧૯૭૫થી ૬૫ વન-ડે મૅચ રમાઈ છે જેમાંથી બન્નેએ ૩૧-૩૧ મૅચમાં જીત મેળવી છે અને ત્રણ મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
નવાઈની વાત તો એ છે કે મહેમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝ વર્ષ ૨૦૦૫થી શ્રીલંકા સામે એની જ ધરતી પર એક પણ વન-ડે જીતી શકી નથી. ઑગસ્ટ ૨૦૦૫માં ઇન્ડિયન ઑઇલ કપ દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝે છેલ્લી વાર શ્રીલંકાને એની ધરતી પર ૩૩ રને હરાવ્યું હતું. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમે શ્રીલંકાની ધરતી પર ત્રણ વન-ડે સિરીઝમાં ૯ મૅચ રમી પણ એક પણ મૅચ જીતી નથી શકી.