કૉન્વેને કાસુન રજિતાએ આઉટ કર્યો હતો
New Zealand vs Sri Lanka
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શ્રીલંકા માટે ટેસ્ટના વર્લ્ડ કપની જૂન મહિનાની ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ છે, પરંતુ પીઢ ખેલાડી ઍન્જેલો મૅથ્યુઝે (૧૧૫ રન, ૨૩૫ બૉલ, ૩૪૫ મિનિટ, અગિયાર ફોર) તેમ જ દિનેશ ચંદીમલે ૪૨ રન અને ધનંજય ડિસિલ્વાએ અણનમ ૪૭ રન બનાવીને શ્રીલંકાને ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે બીજી ઇનિંગ્સમાં ૩૦૨ રનનો સ્કોર અપાવ્યો હતો. પરિણામે ન્યુ ઝીલૅન્ડને જીતવા માટે ૨૮૫ રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને એણે રમતના અંત સુધીમાં ડેવોન કૉન્વેની વિકેટ ગુમાવ્યા બાદ એક વિકેટે ૨૮ રન બનાવ્યા હતા. કૉન્વેને કાસુન રજિતાએ આઉટ કર્યો હતો. શ્રીલંકાના પ્રથમ દાવના ૩૫૫ રન સામે ન્યુ ઝીલૅન્ડે ૩૭૩ રન બનાવ્યા હતા.