૧૯૪૯ પછી ફાસ્ટેસ્ટ ૧૦૦૦ ટેસ્ટ-રન બનાવનારો ક્રિકેટર પણ બન્યો, સર ડૉન બ્રૅડમૅનની બરાબરી કરી
કામિન્દુ મેન્ડિસ ૧૮૨ રને અણનમ રહ્યો હતો.
શ્રીલંકાનો બૅટર કામિન્દુ મેન્ડિસ ટેસ્ટ-ક્રિકેટમાં પાંચ સેન્ચુરી ફટકારનારો ફાસ્ટેસ્ટ એશિયન ક્રિકેટર બની ગયો છે. પચીસ વર્ષના કામિન્દુએ ગઈ કાલે ગૉલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે પોતાની તેરમી ઇનિંગ્સમાં પાંચમી સદી ફટકારી હતી. વેસ્ટ ઇન્ડીઝના એવર્ટન વીક્સ ટેસ્ટ-ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ પાંચ સદી ફટકારનારો બૅટર છે. તેણે આટલી સેન્ચુરી માત્ર ૧૦ ઇનિંગ્સમાં ફટકારેલી. આ ઉપરાંત કામિન્દુ મેન્ડિસ ૧૯૪૯ પછી ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રન કરનારો બૅટર પણ બન્યો હતો. સર ડોનલ્ડ બ્રૅડમૅને પણ કામિન્દુની જેમ ૧૩ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના હર્બર્ટ સટક્લિફ અને વેસ્ટ ઇન્ડીઝના એવર્ટન દ કર્સી ૧૨ ઇનિંગ્સમાં ૧૦૦૦ ટેસ્ટ-રન કરનારા જૉઇન્ટ-ફાસ્ટેસ્ટ છે.
કામિન્દુ મેન્ડિસની ડબલ સેન્ચુરી ન થવા દીધી કૅપ્ટને
ADVERTISEMENT
શ્રીલંકાએ ગઈ કાલે બીજી ટેસ્ટમૅચના બીજા દિવસે પાંચ વિકેટે ૬૦૨ રનના સ્કોરે દાવ ડિક્લેર કર્યો ત્યારે કામિન્દુ મેન્ડિસ ૧૮૨ રને અણનમ રહ્યો હતો. કરીઅરની સૌપ્રથમ ડબલ સેન્ચુરીથી તે માત્ર ૧૮ રન દૂર રહી ગયો હતો. ગઈ કાલે કુસલ મેન્ડિસે પણ સદી ફટકારી હતી. તે ૧૦૬ રને અણનમ રહ્યો હતો. દિવસના અંતે ન્યુ ઝીલૅન્ડે બે વિકેટે બાવીસ રન કર્યા હતા.