પાકિસ્તાનનો કૅપ્ટન શાન મસૂદ અને સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા.
પાકિસ્તાનનો કૅપ્ટન શાન મસૂદ અને સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા
બૉક્સિંગ ડે પર આજે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે પણ ટેસ્ટમૅચ શરૂ થશે. બે ટેસ્ટની આ સિરીઝમાં ટેમ્બા બવુમા સાઉથ આફ્રિકાનું અને શાન મસૂદ પાકિસ્તાનનું નેતૃત્વ કરશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની રેસમાં પાકિસ્તાન ભલે બહાર છે, પણ એ સાઉથ આફ્રિકાને આ સિરીઝમાં પછાડીને ભારતીય ટીમને મદદ કરી શકે છે. પહેલી ટેસ્ટ ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે. સ્પોર્ટ્સ૧૮ અને જિયો સિનેમા પર આ મૅચનો આનંદ માણી શકાશે.
સાઉથ આફ્રિકા ૬૩.૩૩ પૉઇન્ટની ઍવરેજ સાથે WTC પૉઇન્ટ ટેબલ પર પ્રથમ ક્રમે છે અને એ સાતમા ક્રમના પાકિસ્તાન (૩૩.૩૩ પૉઇન્ટ) સામે આ સિરીઝમાં માત્ર એક ટેસ્ટ જીતીને ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ જશે. સિરીઝ ૦-૧થી હારવાથી સાઉથ આફ્રિકાની પૉઇન્ટ ઍવરેજ ૫૫.૫૬ થશે, જ્યારે ૦-૨થી સિરીઝ હારશે તો ૫૨.૭૮ પૉઇન્ટ ઍવરેજ થશે. આ કિસ્સામાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-મૅચના રિઝલ્ટ પર સાઉથ આફ્રિકન ટીમે નજર રાખવી પડશે.
ADVERTISEMENT
ટેસ્ટનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૨૮
સાઉથ આફ્રિકાની જીત ૧૫
પાકિસ્તાનની જીત ૦૬
ડ્રૉ ૦૭