દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાં એકેય રન ન બનાવનાર ઇતિહાસનો પહેલો ઓપનર બન્યો અબદુલ્લા શફીક
અબદુલ્લા શફીકે
પાકિસ્તાનના પચીસ વર્ષના ઓપનિંગ બૅટર અબદુલ્લા શફીકે એક શરમજનક રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ દરમ્યાન આ રાઇટ-હૅન્ડ બૅટર એક પણ રન ફટકારી શક્યો નહોતો. પહેલી વન-ડેમાં તે ચાર બૉલ, બીજી વન-ડેમાં બે બૉલ અને ત્રીજી વન-ડેમાં પહેલો બૉલ રમીને ઝીરો પર આઉટ થયો હતો. પહેલી બે મૅચમાં તે ફાસ્ટ બોલર માર્કો યાનસેન અને ત્રીજી મૅચમાં ફાસ્ટ બોલર કૅગિસો રબાડાનો શિકાર બન્યો હતો. પહેલી મૅચમાં બોલ્ડ અને બીજી બે મૅચમાં તે કૅચઆઉટ થયો હતો.
ક્રિકેટ-ઇતિહાસમાં એક દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાં એક પણ રન ન ફટકારનાર તે પહેલો ઓપનિંગ બૅટર બન્યો છે, સાથે જ પાકિસ્તાન માટે એક કૅલેન્ડર યરમાં તે ૭ વાર શૂન્ય પર આઉટ થનાર પહેલો ઓપનર પણ બન્યો છે.