Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આયરલૅન્ડ સામે પહેલી વન-ડે ૧૩૯ રને જીતી સાઉથ આફ્રિકાએ, આજે બીજી મૅચ

આયરલૅન્ડ સામે પહેલી વન-ડે ૧૩૯ રને જીતી સાઉથ આફ્રિકાએ, આજે બીજી મૅચ

Published : 04 October, 2024 09:46 AM | Modified : 04 October, 2024 10:45 AM | IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાનો ઓપનર રાયન રિકેલ્ટન ૯૧ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. આ તેની બે વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી વન-ડે ફિફ્ટી છે

રાયન રિકેલ્ટન ૯૧ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો (ડાબે).  તેણે ટ્રિસ્ટન સ્ટબ્સ (૭૯ રન) સાથે ચોથી વિકેટ માટે ૧૫૨ રનની ઇનિંગ્સ રમી હતી.

રાયન રિકેલ્ટન ૯૧ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો (ડાબે). તેણે ટ્રિસ્ટન સ્ટબ્સ (૭૯ રન) સાથે ચોથી વિકેટ માટે ૧૫૨ રનની ઇનિંગ્સ રમી હતી.


બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝની પહેલી મૅચ ૧૩૯ રનથી જીતીને સાઉથ આફ્રિકાએ આયરલૅન્ડ સામે ૧-૦થી લીડ મેળવી છે. આ મૅચમાં સાઉથ આફ્રિકાની ટીમે નવ વિકેટ ગુમાવીને ૨૭૧ રન ફટકાર્યા હતા, જ્યારે આયરલૅન્ડની ટીમ ૩૧.૫ ઓવરમાં ૧૩૨ રનમાં ઑલઆઉટ થઈ હતી. આજે બન્ને ટીમ વચ્ચે બીજી વન-ડે રમાશે. 


SA vs IRE: સાઉથ આફ્રિકાનો ઓપનર રાયન રિકેલ્ટન ૯૧ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. આ તેની બે વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી વન-ડે ફિફ્ટી છે. આ પહેલાં તેણે T20 સિરીઝમાં કરીઅરની પહેલી ફિફ્ટી ફટકારી હતી. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સ (૭૯ રન) સાથે ચોથી વિકેટ માટે ૧૫૨ રનની ઇનિંગ્સ રમી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સની કરીઅરની પણ આ પહેલી વન-ડે ફિફ્ટી હતી. લિઝાર્ડ વિલિયમ્સે સાઉથ આફ્રિકા માટે ૩૨ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. તેની બે વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું, તે પહેલી વાર એક મૅચમાં ચાર વિકેટ લેવામાં સફળ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2024 10:45 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK