ટુર્નામેન્ટની શરૂઆત ડિફેન્ડિંગ ચૅમ્પિયન સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ અને એમ. આઇ. કેપટાઉન વચ્ચે થશે
પ્રતીકાત્મક તસવીર
SA20 લીગની ત્રીજી સીઝન ૯ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત ડિફેન્ડિંગ ચૅમ્પિયન સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ અને એમ. આઇ. કેપટાઉન વચ્ચે થશે. સનરાઇઝર્સે ૨૦૨૩ અને ૨૦૨૪ ટુર્નામેન્ટની બન્ને સીઝન જીતી હતી અને આ વખતે પણ આ ટીમ સતત ત્રીજી વખત આ ટુર્નામેન્ટ જીતવા માગશે.
આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમ વચ્ચે ગ્રુપ સ્ટેજની ૩૦ મૅચ રમાશે અને IPLની જેમ ટોચની ચાર ટીમો વચ્ચે ક્વૉલિફાયર અને એલિમિનેટર મૅચ રમાશે. ફાઇનલ મૅચ ૮ ફેબ્રુઆરીએ જોહનિસબર્ગમાં રમાશે. ૩૧ દિવસ રમાનારી આ T20 ફ્રૅન્ચાઇઝી લીગમાં કુલ ૩૪ મૅચ રમાશે.
ADVERTISEMENT
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિક આ ટુર્નામેન્ટમાં પાર્લ રૉયલ્સ ફ્રૅન્ચાઇઝીનો ભાગ બન્યો છે. તે સાઉથ આફ્રિકામાં આ ટુર્નામેન્ટમાં રમનાર પહેલો ભારતીય ક્રિકેટર બનશે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સની સાથે તે પણ આ સીઝનમાં ટુર્નામેન્ટનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર છે.