ગઈ કાલે મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2024ની ફાઇનલમાં શ્રીલંકાને ૭ વિકેટે હરાવીને અફઘાનિસ્તાને પહેલી વાર ટાઇટલ જીત્યું હતું. શ્રીલંકાએ પહેલી બૅટિંગ કરીને ૭ વિકેટે ૧૩૩ રન ફટકાર્યા હતા
અફઘાનિસ્તાન ટીમ
ગઈ કાલે મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2024ની ફાઇનલમાં શ્રીલંકાને ૭ વિકેટે હરાવીને અફઘાનિસ્તાને પહેલી વાર ટાઇટલ જીત્યું હતું. શ્રીલંકાએ પહેલી બૅટિંગ કરીને ૭ વિકેટે ૧૩૩ રન ફટકાર્યા હતા. જવાબમાં ૧૩૪ રનનો ટાર્ગેટ અફઘાનિસ્તાને ૧૮.૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. અફઘાનિસ્તાનની ટીમ ભારતને સેમી ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. આખી ટુર્નામેન્ટમાં આ ટીમ ગ્રુપ-સ્ટેજમાં હૉન્ગકૉન્ગ સામે જ હારી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ પહેલી વાર કોઈ મોટું ટાઇટલ જીતવામાં સફળ રહી છે. આ પહેલાં ૨૦૧૩માં ભારત, ૨૦૧૭ અને ૨૦૧૮માં શ્રીલંકા જ્યારે ૨૦૧૯ અને ૨૦૨૩માં પાકિસ્તાન ટાઇટલ જીતવામાં સફળ રહ્યું હતું.