શ્રીલંકન ઑલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે પોતાની ૨૬મી વર્ષગાંઠના ચાર દિવસ પહેલાં એક મોટો કીર્તિમાન પોતાને નામે કર્યો છે. ટેસ્ટ-ડેબ્યુ બાદ સતત ૮ મૅચમાં ફિફ્ટી ફટકારનાર તે દુનિયાનો પહેલો બૅટર બની ગયો છે
શ્રીલંકન ઑલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસ
શ્રીલંકન ઑલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે પોતાની ૨૬મી વર્ષગાંઠના ચાર દિવસ પહેલાં એક મોટો કીર્તિમાન પોતાને નામે કર્યો છે. ટેસ્ટ-ડેબ્યુ બાદ સતત ૮ મૅચમાં ફિફ્ટી ફટકારનાર તે દુનિયાનો પહેલો બૅટર બની ગયો છે. (SA vs NZ) આ પહેલાં આ રેકૉર્ડ સતત સાત ટેસ્ટમાં ફિફ્ટી ફટકારનાર પાકિસ્તાનના સાઉદ શકીલના નામે હતો. ગઈ કાલે ગૉલ સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થયેલી અંતિમ ટેસ્ટ-મૅચમાં તેણે ૮ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૬ બૉલમાં ૫૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
SL vs NZ: ગઈ કાલે પહેલી બૅટિંગ કરીને શ્રીલંકાની ટીમે બીજી ટેસ્ટના પહેલા દિવસે ત્રણ વિકેટના નુકસાન સાથે ૩૦૬ રન ખડકી દીધા હતા જેમાં દિનેશ ચાંદીમલે ૧૧૬ રન, દિમુથ કરુણારત્નેએ ૪૬ રન અને ઍન્જેલો મૅથ્યુઝે ૭૮ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બે મૅચની ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચમાં શ્રીલંકાએ ૬૩ રનથી જીત મેળવી હતી.