SL vs NZ 1st Test: ત્યાર સુધી ન્યુ ઝીલૅન્ડ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ ૪૫૦ મૅચમાં ૧૮,૧૯૯ રન ફટકારનાર રૉસ ટેલરના નામે હતો,
SL vs NZ 1st Test
કેન વિલિયમસન
શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ-મૅચ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડના દિગ્ગજ બૅટ્સમૅન કેન વિલિયમસને એક મોટો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. ૩૪ વર્ષનો આ ક્રિકેટર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ન્યુ ઝીલૅન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બૅટર બની ગયો છે. અત્યાર સુધી ન્યુ ઝીલૅન્ડ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ ૪૫૦ મૅચમાં ૧૮,૧૯૯ રન ફટકારનાર રૉસ ટેલરના નામે હતો, પરંતુ કેન વિલિયમસને ૩૫૯ મૅચમાં ૧૮,૨૧૩ રન બનાવીને તેનો રેકૉર્ડ તોડી પાડ્યો છે.
વિલિયમસને પહેલી ટેસ્ટ-મૅચમાં પ્રથમ ઇનિંગ્સમાં પંચાવન અને બીજી ઇનિંગ્સમાં ૩૦ રન બનાવ્યા હતા. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરના નામે છે. તેણે કરીઅરમાં ૬૬૪ મૅચ રમીને ૩૪,૩૫૭ રન બનાવ્યા છે.
ન્યુ ઝીલૅન્ડ માટે સૌથી વધારે રન ફટકારનાર બૅટર
કેન વિલિયમસન ૧૮,૨૧૩
રૉસ ટેલર ૧૮,૧૯૯
સ્ટીફન ફ્લેમિંગ ૧૫,૨૮૯
બ્રેન્ડન મૅક્લમ ૧૪,૬૭૬
માર્ટિન ગુપ્ટિલ ૧૩,૪૬૩
ADVERTISEMENT
વિલિયમસનની ક્રિકેટ કરીઅર
૧૦૧ ટેસ્ટ ૮૮૨૮ રન
૧૬૫ વન-ડે ૬૮૧૦ રન
૯૩ T20 ૨૫૭૫ રન