રોહિત શર્માના ફૉર્મ વિશે વાત કરતાં તેઓ કહે છે કે ‘મને હજી પણ લાગે છે કે રોહિત એક મહાન પ્લેયર છે. ક્રિકેટર્સ ખરાબ સમયમાંથી પસાર થાય છે.
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ દરમ્યાન સચિન તેન્ડુલકરને મળ્યા હતા વિવિયન રિચર્ડ્સ
વેસ્ટ ઇન્ડીઝના મહાન ક્રિકેટર સર વિવિયન રિચર્ડ્સે ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલીની ભરપૂર પ્રશંસા કરી છે. તેઓ કહે છે, ‘તેની લડવાની ભાવના, ઊર્જા અને સારું પ્રદર્શન કરવાનું ઝનૂન તેને બાકીના લોકોથી અલગ બનાવે છે. તેની ઊર્જા તેના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. તે હંમેશાં મેદાન પર પોતાની હાજરી બતાવે છે. તે આ રીતે એક મહાન ખેલાડી છે. તે પોતાના પર વિશ્વાસ રાખે છે, હંમેશાં ૧૨૦ ટકા આત્મવિશ્વાસ રાખે છે. તે જે રીતે છે અને જે રીતે તે ફિટ રહે છે અને જે રીતે તે હજી પણ રમત પ્રત્યે એટલો ઉત્સાહી છે, તમે કંઈ કહી શકતા નથી, તે ૫૦ વર્ષની ઉંમરે પણ રમી શકે છે.’
રોહિત શર્માના ફૉર્મ વિશે વાત કરતાં તેઓ કહે છે કે ‘મને હજી પણ લાગે છે કે રોહિત એક મહાન પ્લેયર છે. ક્રિકેટર્સ ખરાબ સમયમાંથી પસાર થાય છે. એ તેના પર નિર્ભર કરે છે કે તે એમાંથી કેટલી સારી રીતે બહાર આવે છે અને જો તે એમાંથી બહાર આવશે તો ચોક્કસપણે તે વધુ સારો થશે. આપણે તેને વધુ તકો આપવી જોઈએ.’
ADVERTISEMENT
આ સાથે તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે વેસ્ટ ઇન્ડીઝની ટીમે અફઘાનિસ્તાન પાસેથી શીખ લઈને વિશ્વ ક્રિકેટમાં પોતાને એક શક્તિ તરીકે ફરીથી સ્થાપિત કરવી જોઈએ.

