ચહલ પણ ગિલ પર ક્રોધિત
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધા પછી ભારતીય ખેલાડીઓ થોડા ફુરસદમાં આવી ગયા અને એમાં કેટલાક ખેલાડીઓએ ચાહકોનું મનોરંજન કરવાની તક પણ નથી છોડી. ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં શુભમન ગિલ, ઈશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલને રિયલિટી શો ‘રૉડીઝ’નો એક સીન રિક્રીએટ કરતા બતાવાયા છે. આ સીનમાં ગિલ કન્ટેસ્ટન્ટ છે, જ્યારે કિશન અને ચહલને જજના રોલમાં બતાવાયા છે.
ચહલ પણ ગિલ પર ક્રોધિત
ADVERTISEMENT
ચહલને ગિલ સામે ક્રોધિત થતો બતાવાયો છે તેમ જ કિશનને એટલો બધો ગુસ્સામાં બતાવાયો છે કે તે ગુસ્સામાં ગિલ સામે ધસી ગયો અને તેને ધક્કો પણ માર્યો. ગિલને લાફો મારી રહેલો પણ કિશનને બતાવાયો હતો. ગિલે પોતાના બચાવમાં દલીલ કર્યા બાદ પોતાને જ બે લાફા મારી દીધા હોવાનું પણ આ રીલમાં બતાવાયું છે.
હાર્દિકની પત્ની ખુશખુશાલ
હસાવી મૂકતી આ રીલને એક કલાકમાં જ અઢી લાખથી વધુ લાઇક્સ મળી હતી. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા તેમ જ ક્રિકેટર્સ કૃણાલ પંડ્યા અને શિવમ માવીએ ખૂબ આનંદિત મૂડ બતાવતી ઇમોજિસ પોસ્ટ કરી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશાએ ત્રણેયની ઍક્ટિંગને ‘લાજવાબ’ ગણાવી હતી.