પહેલી જૂને રિલીઝ થનારી ‘સ્પાઇડર-મૅન : અક્રૉસ ધ સ્પાઇડર-વર્સ’ નામની આ હૉલીવૂડ ફિલ્મના હિન્દી અને પંજાબી વર્ઝન માટેનું ડબિંગ શુભમન ગિલના અવાજમાં થયું છે
શુભમન ગિલે આગામી ફિલ્મ માટેની મુંબઈની પ્રમોશનલ ઇવેન્ટમાં સ્પાઇડર-મૅનનો પોઝ આપ્યો હતો
આઇપીએલની ૨૦૨૩ની સીઝનની મોખરાની ટીમ ગુજરાત ટાઇટન્સના સુપરસ્ટાર બૅટર શુભમન ગિલે આગામી ફિલ્મ માટેની મુંબઈની પ્રમોશનલ ઇવેન્ટમાં સ્પાઇડર-મૅનનો પોઝ આપ્યો હતો. પહેલી જૂને રિલીઝ થનારી ‘સ્પાઇડર-મૅન : અક્રૉસ ધ સ્પાઇડર-વર્સ’ નામની આ હૉલીવૂડ ફિલ્મના હિન્દી અને પંજાબી વર્ઝન માટેનું ડબિંગ શુભમન ગિલના અવાજમાં થયું છે. ભારતમાં આ સ્પાઇડર-મૅનને ‘પવિત્ર પ્રભાકર’ નામ અપાયું છે અને ગુજરાતી, મરાઠી અને બંગાળી સહિત બીજી આઠ ભાષામાં પણ આ ફિલ્મનું ડબિંગ થયું છે.