તેમની ફ્રેન્ડશિપને અગાઉ રિલેશનશિપ તરીકે ઓળખાવાઈ હતી
ગિલ અને સારા તેન્ડુલકર
આઇપીએલની ૧૬મી સીઝનમાં સૌથી વધુ ૮૯૦ રન બનાવીને ઑરેન્જ કૅપ જીતનાર શુભમન ગિલ અને સચિન તેન્ડુલકરની પુત્રી સારા વચ્ચેની ફ્રેન્ડશિપને અગાઉ રિલેશનશિપ તરીકે ઓળખાવાઈ હતી અને તેમની વચ્ચે પ્રેમ-પ્રકરણ ચાલી રહ્યું હોવાના અર્થમાં સોશ્યલ મીડિયામાં ઘણી કમેન્ટ્સ થઈ હતી. હવે જ્યારે ગિલ આઇપીએલનો સુપરસ્ટાર બની ગયો અને આવતી કાલે ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં રમવાનો છે ત્યારે તેની અને સારા વચ્ચેની અગાઉની ચૅટ ફરી વાઇરલ થઈ છે.
ગિલનું નામ અગાઉ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ બોલાતું હતું, પરંતુ તેમની વચ્ચે બ્રેક-અપ થઈ ગયું હોવાની વાતો વચ્ચે હવે ફરી ગિલ અને સારા તેન્ડુલકરની ચર્ચા થવા લાગી છે. એટલું જ નહીં, આઇપીએલ દરમ્યાન કેટલાક ક્રિકેટપ્રેમીઓએ ગિલને સચિનના ભાવિ જમાઈ તરીકે ઓળખાવ્યો હતો.
ADVERTISEMENT
ગિલ અને સારા તેન્ડુલકર વચ્ચેની અગાઉની એક ચૅટનો સ્ક્રીનશૉટ વાઇરલ થયો છે જેમાં ગિલને ઇન્સ્ટાગ્રામ પરના લાઇવ સેશનમાં ફૅન્સને સંબોધતો બતાવાયો હતો અને એ દરમ્યાન સારા તેન્ડુલકર સેશનમાં અચાનક જૉઇન થઈને ગિલને ખૂબ ઉત્સાહપૂવર્ક ‘હૅપી બર્થ-ડે’ કહેતી બતાવાઈ હતી. બીજી અગાઉની ચૅટ એવી હતી કે જેમાં ગિલને કસરત કરતો બતાવાયો એમાં એક ચાહકે કમેન્ટમાં લખ્યું, ‘અમેઝિંગ એડિટિંગ સ્કિલ્સ’. એના રીઍક્શનમાં સારાએ લખ્યું કે ‘તમને શું લાગે છે તેણે પોતે એડિટિંગ કર્યું?’ સારાના આવા રીઍક્શન વિશે ચાહકોએ એવી અટકળ કરી હતી કે ‘સારાએ ગિલને ફોટો એડિટ કરવામાં મદદ કરી હશે.’