સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ બોલિંગ આક્રમણને બનાવશે દમદારઃ મહત્ત્વપૂર્ણ રહેશે ઓમરઝાઈ, મૅક્સવેલ અને સ્ટોઇનિસ જેવા સ્ટાર આૅલરાઉન્ડર્સનું પ્રદર્શન
પ્રૅક્ટિસ દરમ્યાન યુઝવેન્દ્ર ચહલ અને પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર.
પંજાબ કિંગ્સ (PK)ની ટીમ પોતાના ૧૭મા કૅપ્ટન શ્રેયસ ઐયર સાથે પચીસ માર્ચે ગુજરાત ટાઇટન્સ (GT) સામે અમદાવાદમાં પોતાના IPL 2025 અભિયાનની શરૂઆત કરશે. પંજાબ કિંગ્સ ૧૭ સીઝનમાં માત્ર બે વાર પ્લે-ઑફ સુધી પહોંચ્યું છે અને ૨૦૧૪માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ફાઇનલ મૅચ હારીને એક વાર રનર-અપ રહી છે. ગયા વર્ષે કલકત્તાને ચૅમ્પિયન બનાવનાર શ્રેયસ ઐયરની કૅપ્ટન્સી અને ઑસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રિકી પૉન્ટિંગના કોચિંગ હેઠળ પંજાબ કિંગ્સ ચૅમ્પિયન બનવાની પ્રબળ આશા રાખી રહ્યું છે.
ગયા વર્ષની ટીમમાંથી માત્ર વિકેટકીપર-બૅટર પ્રભસિમરન સિંહ અને ઑલરાઉન્ડર શશાંક સિંહને જાળવી રાખીને પંજાબ કિંગ્સે ૧૧૯.૬૫ કરોડ રૂપિયા ખર્ચીને પચીસ સભ્યોની સંપૂર્ણ નવીનકોર ટીમ બનાવી છે જેમાં ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ સહિત ૩૦ પ્લસની ઉંમર ધરાવતા નવ પ્લેયર છે. ૧૦૦ પ્લસ IPL મૅચ રમવાનો અનુભવ ધરાવતા ત્રણ પ્લેયર્સ છે, જ્યારે એક મૅચ પણ ન રમેલા જોશ ઇંગ્લિસ સહિત આઠ પ્લેયર્સ આ સ્ક્વૉડમાં સામેલ છે.
ADVERTISEMENT
ફ્રૅન્ચાઇઝીને એક મજબૂત ટૉપ ઑર્ડર બનાવવામાં મુશ્કેલી પડી શકે છે. અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ગ્લેન મૅક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસ જેવા ઑલરાઉન્ડરનું પ્રદર્શન પણ ટીમ માટે મહત્ત્વનું રહેશે. ટુર્નામેન્ટના હાઇએસ્ટ વિકેટટેકર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, માર્કો યાન્સેન જેવા બોલર્સ હરીફ ટીમ સામે શક્તિશાળી બોલિંગ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. ફ્રૅન્ચાઇઝીએ એક સંતુલિત ટીમ બનાવી છે જેમાં વિસ્ફોટક બૅટિંગ ફાયર પાવર અને શક્તિશાળી બોલિંગ સંસાધનોનું મિશ્રણ કરવામાં આવ્યું છે.
પંજાબ કિંગ્સનો કોચિંગ સ્ટાફ
કોચ : રિકી પૉન્ટિંગ
સહાયક કોચ : બ્રૅડ હૅડિન
સ્પિન બોલિંગ કોચ : સુનીલ જોશી
ફાસ્ટ બોલિંગ કોચ : જેમ્સ હોપ્સ
પંજાબનો IPL રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૪૬ |
જીત |
૧૦૯ |
હાર |
૧૩૩ |
ટાઇ |
૦૪ |
નો-રિઝલ્ટ |
૦૦ |
જીતની ટકાવારી |
૪૪.૩૦ |
પ્લેયર્સની ઉંમર અને IPL અનુભવ |
યુઝવેન્દ્ર ચહલ (૩૪ વર્ષ) - ૧૬૦ મૅચ |
ગ્લેન મૅક્સવેલ (૩૬ વર્ષ) - ૧૩૪ મૅચ |
શ્રેયસ ઐયર (૩૦ વર્ષ) - ૧૧૬ મૅચ |
માર્કસ સ્ટોઇનિસ (૩૫ વર્ષ) - ૯૬ મૅચ |
અર્શદીપ સિંહ (૨૬ વર્ષ) - ૬૫ મૅચ |
લૉકી ફર્ગ્યુસન (૩૩ વર્ષ) - ૪૫ મૅચ |
હરપ્રીત બ્રાર (૨૯ વર્ષ) - ૪૧ મૅચ |
પ્રભસિમરન સિંહ (૨૪ વર્ષ) - ૩૪ મૅચ |
શશાંક સિંહ (૩૩ વર્ષ) - ૨૪ મૅચ |
માર્કો યાન્સેન (૨૪ વર્ષ) - ૨૧ મૅચ |
નેહલ વાઢેરા (૨૪ વર્ષ) - ૨૦ મૅચ |
યશ ઠાકુર (૨૬ વર્ષસ) - ૧૯ મૅચ |
વિષ્ણુ વિનોદ (૩૧ વર્ષ) - ૦૬ મૅચ |
કુલદીપ સેન (૨૮ વર્ષસ) - ૧૨ મૅચ |
વિજય કુમાર વૈશાખ (૨૮ વર્ષ) - ૧૧ મૅચ |
અઝમતુલ્લાહ ઓમરઝાઈ (૨૪ વર્ષ) - ૦૭ મૅચ |
પ્રવીણ દુબે (૩૧ વર્ષ) - ૦૪ મૅચ |
હરનૂર પન્નુ (૨૨ વર્ષ) - ૦૦ |
પ્રિયાંશ આર્ય (૨૪ વર્ષ) - ૦૦ |
ઍરોન હાર્ડી (૨૬ વર્ષ) - ૦૦ |
મુશીર ખાન (૨૦ વર્ષ) - ૦૦ |
સૂર્યાંશ શેડગે (૨૨ વર્ષ) - ૦૦ |
ઝેવિયર બાર્ટલેટ (૨૬ વર્ષ) - ૦૦ |
પ્યલા અવિનાશ (૨૪ વર્ષ) - ૦૦ |
જોશ ઇંગ્લિસ (૩૦ વર્ષ) - ૦૦ |
IPL 2008થી 2024 સુધી પૉઇન્ટ્સ ટેબલમાં ટીમનું સ્થાન |
૨૦૦૮ - ત્રીજું |
૨૦૦૯ - પાંચમું |
૨૦૧૦ - આઠમું |
૨૦૧૧- પાંચમું |
૨૦૧૨ - છઠ્ઠું |
૨૦૧૩ - છઠ્ઠું |
૨૦૧૪ – રનર-અપ |
૨૦૧૫ - આઠમું |
૨૦૧૬ - આઠમું |
૨૦૧૭ - પાંચમું |
૨૦૧૮ - સાતમું |
૨૦૧૯- છઠ્ઠું |
૨૦૨૦ - છઠ્ઠું |
૨૦૨૧ - છઠ્ઠું |
૨૦૨૨ - છઠ્ઠું |
૨૦૨૩ - આઠમું |
૨૦૨૪ - નવમું |
9
ગ્લેન મૅક્સવેલ સહિત સ્ક્વૉડના આટલા પ્લેયર્સ ૩૦થી વધુની ઉંમરના છે. ૧૦૦ પ્લસ IPL મૅચ રમવાનો અનુભવ ધરાવતા ત્રણ પ્લેયર્સ છે

