મંગળવારે ૧૧ એપ્રિલે લીગ રાઉન્ડમાં સવારે ૯.૩૦ વાગ્યે ટૉપ-10 લાયન્સ V/S ટીમ ઇન્ટિગ્રેટેડ
ફાઇલ તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની પાંચમી અને છઠ્ઠી મૅચ રમાઈ હતી, જેમાં એમ્પાયર વૉરિયર્સે જીતનું ખાતું ખોલાવ્યું હતું, જ્યારે સ્કૉર્ચર્સે સતત બીજો વિજય મેળવ્યો હતો.
મૅચ ૫: એમ્પાયર વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૪ રન - ચિરાગ નિશર ૨૮ બૉલમાં ૩૪, રુષભ ગડા ૨૧ બૉલમાં ૧૮ રન, દીપેશ ગિન્દ્રા ૧૩ રનમાં ૩ તથા દીપક શાહ ૨૩ અને ધૈર્ય છેડા ૨૩ રનમાં બે-બે વિકેટ)નો પૂર્ણલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૦૮ રન - હિત ગડા ૨૮ બૉલમાં ૨૦ અને યશ સાવલા ૧૭ બૉલમાં ૧૮ રન, મેહુલ નંદુ ૨૦ રનમાં ૩ તથા જેનિત છાડવા ૨૭ રનમાં અને કુણાલ નિશર ૩૭ રનમાં બે-બે વિકેટ)નો ૧૬ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ: એમ્પાયર વૉરિયર્સનો મેહુલ નંદુ.
ADVERTISEMENT
મૅચ ૬: સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૨ રન - જૈનમ ગડા ૩૦ બૉલમાં ૩૧ અને રોનમ ગાલા ૧૯ બૉલમાં ૨૯ રન, રુષભ દેઢિયા ૨૦ રનમાં અને મેહુલ ગાલા ૨૯ રનમાં બે-બે વિકેટ)નો આવિષ્કાર બિગ બૅશ (૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૨ રન - તેજસ ગડા ૩૯ બૉલમાં ૪૦ અને સનીલ ગડા ૨૦ બૉલમાં ૩૦ રન, જૈનમ ગડા ૭ રનમાં અને મેરીન મોતા ૨૦ રનમાં એક-એક વિકેટ) સામે ૧૦ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : સ્કૉર્ચર્સનો જૈનમ ગડા.
હવે મંગળવારે ૧૧ એપ્રિલે લીગ રાઉન્ડમાં સવારે ૯.૩૦ વાગ્યે ટૉપ-10 લાયન્સ V/S ટીમ ઇન્ટિગ્રેટેડ અને બપોરે ૧ વાગ્યે રંગોલી વાઇકિંગ્સ V/S રોઝવૉલ્ટ સનરાઇઝર્સની ટક્કર જામશે.