Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વીપીએલ ટી૨૦માં સ્કૉર્ચર્સનો સતત પાંચમો વિજય, ટૉપ-10 લાયન્સની પણ જીત

વીપીએલ ટી૨૦માં સ્કૉર્ચર્સનો સતત પાંચમો વિજય, ટૉપ-10 લાયન્સની પણ જીત

21 April, 2023 11:19 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅન ઑફ ધ મૅચ : ટૉપ-10 લાયન્સનો વિરલ કારિયા (૪૩ રન અને ૩ સ્ટમ્પિંગ).

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની ૧૭મી મૅચમાં 
ટૉપ-10 લાયન્સે બે હાર બાદ કમબૅક કરતાં વિજય મેળવ્યો હતો, જ્યારે ૧૮મી મૅચમાં સ્કૉર્ચર્સે એનો વિજયરથ જાળવી રાખી સતત પાંચમી જીત મેળવી હતી.


મૅચ ૧૭: એમ્પાયર વૉરિયર્સ (૧૯.૫ ઓવરમાં ૯૫ રનમાં ઑલઆઉટ) સામે ટૉપ-10 લાયન્સ (૧૧ ઓવરમાં એક વિકેટે ૯૬ રન)નો ૯ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : ટૉપ-10 લાયન્સનો વિરલ કારિયા (૪૩ રન અને ૩ સ્ટમ્પિંગ).



મૅચ ૧૮: સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૩ રન)ની રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૪ રન) સામે ૧૯ રનથી જીત. મૅન ઑફ ધ મૅચ : સ્કૉર્ચર્સનો જૈનમ ગડા (૨૯ રન, બે વિકેટ અને બે રન-આઉટ).‍


આજે સવારે ૯.૩૦ વાગ્યાથી આવિષ્કાર બિગ બૅશ V/S રોઝવૉલ્ટ સનરાઇઝર્સની અને બપોરે ૧ વાગ્યાથી પૂર્ણલબ્ધિ બુલ્સ V/S ટીમ ઇન્ટિગ્રેટેડની ટક્કર જામશે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2023 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK