શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમ સામે મૂકી સ્પેશ્યલ ડિમાન્ડ
શોએબ અખ્તર
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025નો હાઇબ્રિડ મૉડલનો વિવાદ હજી ઉકેલાયો નથી. અહેવાલ અનુસાર પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મૉડલ લાગુ કરવા માટે બે શરત મૂકી છે જેમાં વધારાની રેવન્યુ શૅર કરવાની માગણી કરી છે અને ભવિષ્યમાં આયોજિત કોઈ પણ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની ટીમ ભારત નહીં જાય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મુદ્દા પર વાત કરતાં ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાન બોર્ડે હોસ્ટિંગના અધિકારો અને હાઈ રેવન્યુ શૅરની માગણી કરી એ એક સારો નિર્ણય છે. અમે અમારા દેશમાં ચૅમ્પિયન્સ ટ્રોફી યોજવા માટે સક્ષમ છીએ અને તેઓ આવવા તૈયાર નથી પણ ભવિષ્યમાં ભારતમાં રમવાના સંદર્ભમાં વાત કરું તો આપણે મિત્રતાનો હાથ લંબાવવો જોઈએ અને ત્યાં જવું જોઈએ. મેં હંમેશાં માન્યું છે કે ભારતમાં જાઓ, તેમની સામે રમો અને ત્યાં જ તેમને હરાવીને આવો. મને લાગે છે કે હાઇબ્રિડ મૉડલ પર પહેલાંથી જ સાઇન કરવામાં આવી છે.’
ADVERTISEMENT
પાકિસ્તાની ચૅનલ પર શોએબ અખ્તરે હિન્દીમાં કહ્યું હતું કે ‘ઇન્ડિયા મેં જાકે ઉનકે ખિલાફ ખેલો ઔર વહીં પે મારકે આઓ.’