હવે પાકિસ્તાન ટેલીવિઝન કૉર્પોરેશન (PTVC)એ દિગ્ગજ બૉલરને 100 મિલિયન રૂપિયાનો માનહાનિની નોટિસ ફટકારી છે.
શોએબ અખ્તર (તસવીર સૌજન્ય મિડ-ડે)
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તર ચર્ચામાં છવાયેલો છે. થોડાક દિવસ પહેલા પાકિસ્તાનની સરકારી ચેનલ પીટીવી સ્પૉર્ટ્સના એન્કર નૌમાન નિયાઝ સાથે તેમનો વિવાદ થઈ ગયો હતો. જેના પછી શોએબ અખ્તર લાઇવ ટીવી શૉમાં જ રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. હવે પાકિસ્તાન ટેલીવિઝન કૉર્પોરેશન (PTVC)એ દિગ્ગજ બૉલરને 100 મિલિયન રૂપિયાનો માનહાનિની નોટિસ ફટકારી છે.
માનહાનિ નોટિસમાં પીટીવીસીએ શોએબ અખ્તરને ત્રણ મહિનાના વેતન જેટલી એટલે કે 33,33,000 રૂપિયા રકમની સાથે-સાથે નુકસાન તરીકે 100 મિલિયન રૂપિયાની રકમ પેમેન્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. નહીંતર, પીટીવી સક્ષમ ક્ષેત્રાધિકારી કૉર્ટમાં અખ્તર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાના પોતાના અધિકારને સુરક્ષિત કરે છે.
ADVERTISEMENT
નૉટિસમાં કહેવામાં આવ્યું છે કે, "ક્લૉઝ 22 પ્રમાણે બન્ને પક્ષોને ત્રણ મહિનાની લેખિત નોટિસ અથવા તેના બદલે પેમેન્ટ કરીને પોતાની ડીલ ખતમ કરવાનો અધિકાર હશે. જ્યારે શોએબ અખ્તરે 26 ઑક્ટોબરના ઑનએર રાજીનામું આપી દીધું, જેના પરિણામે પીટીવીને ભારે નાણાંકીય નુકસાન થયું."
નૉટિસમાં આગળ એડ કરવામાં આવ્યું છે કે, "શોએબ અખ્તરે પીટીવી પ્રબંધનને સૂચના આપ્યા વગર ટી20 વર્લ્ડ કપ ટેલિકાસ્ટ દરમિયાન દુબઈ છોડી દીધું હતું. આ સિવાય, ભારતીય ક્રિકેટર હરભજન સિંહ સાથે એક ભારતીય ચેનલના ટીવી શૉ પર હાજરીએ પણ પીટીવીને ઘણું નુકસાન પહોંચાડ્યું છે."
અખ્તરે આ નૉટિસ અંગે ટ્વિટર પર લખ્યું, "હું ખૂબ જ નિરાશ છું. જ્યારે હું પીટીવી માટે કામ કરતો હતો, ત્યારે મારા સન્માન અને પ્રતિષ્ઠાની રક્ષા કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા પછી તેમણે હવે મને એક રિકવરી નૉટિસ પણ મોકલી છે. હું એક ફાઇટર છું અને હાર સ્વીકારીશ નહીં અને કાયદાકીય લડાઇનો સામનો કરીશ. મારા વકીલ અબુજાર સલમાન ખાન નિયાજી કાયદાકીય રીતે આગળ વધશે."
Utterly Disappointed. After miserably failing to safeguard my respect & repute while i was working for PTV, they have now sent me a Recovery Notice. I am a fighter & will not give up & fight this legal battle. My lawyer @SalmanKNiazi1 will take this forward according to law.
— Shoaib Akhtar (@shoaib100mph) November 7, 2021
જાણો શું હતો વિવાદ
વિવાદ તે સમયે શરૂ થયો જ્યારે અખ્તરને શૉના હોસ્ટ નિયાઝે પૂછ્યું કે શું પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લક્ષ્ય પામવામાં ગરબડ કરી છે. અખ્તર આ મામલે સહેમત નહોતો અને તેણે શૉના હોસ્ટની લાઇન તરફ દુર્લક્ષ સેવતા ફાસ્ટ બૉલર્સ હારિશ રઉફ અને શાહીન આફરીદી વિશે વાત કરવાનો નિર્ણય લીધો.
આ દરમિયાન ડૉ. નૌમાને શોએબને કહ્યું, "તમે થોડાક અસભ્ય થઈ રહ્યા છો અને હું આ કહેવા નથી માગતો. પણ જો તમે ઓવર સ્માર્ટ બની રહ્યા છો, તો તમે જઈ શકો છો." ત્યાર બાદ શોએબ અખ્તરે લાઇવ શૉમાં જ રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. જો કે પછીની નૌમાન નિયાઝે આ વિવાદ અંગે શોએબ અખ્તરની માફી માગી હતી.

