ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન તેના મસ્તી-પ્રેમાળ વ્યક્તિત્વ માટે પણ પ્રખ્યાત છે. ગબ્બર તરીકે જાણીતો ૩૯ વર્ષનો આ ક્રિકેટર મેદાન અને મેદાનની બહાર ફૅન્સનું મનોરંજન કરતો રહે છે. શિખરના ઘરમાં બનેલો આ ફની વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે.
શિખરના ઘરમાં બનેલો આ ફની વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન તેના મસ્તી-પ્રેમાળ વ્યક્તિત્વ માટે પણ પ્રખ્યાત છે. ગબ્બર તરીકે જાણીતો ૩૯ વર્ષનો આ ક્રિકેટર મેદાન અને મેદાનની બહાર ફૅન્સનું મનોરંજન કરતો રહે છે. હાલમાં તેણે પોતાની કથિત ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે પહેલી વાર એક મજેદાર ઇન્સ્ટાગ્રામ રીલ શૅર કરી હતી.
રીલની શરૂઆતમાં સોફી કહે છે, ‘ગુરુજી, મને અહીંથી જવાનું મન નથી થતું.’ ત્યારે ધવને પૂછ્યું ‘કેમ?’ સોફી પ્રેમથી જવાબ આપે છે, ‘હું તમારી સાથે રહેવા માગું છું.’ ધવને તેની સાથે રમૂજ કરતાં કહ્યું કે ‘(તારી પાસે) ઘરે કામ કરાવતી હશે (તારી) મમ્મી.’
શિખરના ઘરમાં બનેલો આ ફની વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે.

