Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શિખર ધવનના દિલનો દરવાજો ખુલ્યો…નવી પ્રેમિકાની એન્ટ્રી! બધું ભુલીને જીવનમાં વધવા માગે છે આગળ

શિખર ધવનના દિલનો દરવાજો ખુલ્યો…નવી પ્રેમિકાની એન્ટ્રી! બધું ભુલીને જીવનમાં વધવા માગે છે આગળ

Published : 11 April, 2023 01:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતીય ક્રિકેટરનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

શિખર ધવનની ફાઇલ તસવીર

શિખર ધવનની ફાઇલ તસવીર


ભારતીય ક્રિકેટર (Indian Cricketer) અને હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League)ની ટીમ પંજાબ કિંગ્સ (Punjab Kings)ના કૅપ્ટન શિખર ધવન (Shikhar Dhawan) આજે સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે. કારણકે શિખર ધવન ફરી એકવાર પ્રેમમાં પડ્યા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. જેમાં ધવને સ્વીકાર્યું છે કે, તે ફરીથી પ્રેમમાં પડ્યો છે.


આજે સવારથી જ સોશિયલ મીડિયા પર #ShikharDhawanLeakedVideo ટ્રેન્ડ થઈ રહ્યું છે. વીડિયોમાં ધવન તેમના એક મિત્ર સાથે વાત કરી રહ્યા છે. જેમાં તેઓ કહે છે કે, તેને પહેલી નજરમાં જ એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. બન્ને એકબીજાને પસંદ કરે છે. ધવને એમ પણ કહ્યું છે કે, તે આ સંબંધથી ખૂબ જ ખુશ છે અને જૂની વાતો ભૂલીને આગળ વધવા માંગે છે.



અહીં જુઓ વાયરલ વીડિયો :



વીડિયોમાં શિખર ધવન જનાવે છે કે, એક ફાર્મહાઉસ પર પાર્ટી દરમિયાન તેમની મુલાકાત પ્રેમિકા સાથે થઈ હતી. પહેલી નજરમાં જ બન્નેને પ્રેમ થઈ ગયો હતો. એટલું જ નહીં, એ પાર્ટીના બે દિવસ પછી બન્ને એકબીજા સાથે હોવાની વાત શિખરે કબુલી છે. તે સિવાય શિખર ધવને એમ પણ કહ્યું છે કે, તે હવે બધુ ભુલીને આગળ વધવા માંગે છે.

આ પણ વાંચો – શિખર ધવન : ‘ગબ્બર’ના નામે છે આ અનોખા રેકૉર્ડ્સ

ભારતીય ક્રિકેટ ટીમના સફળ ઓપનર શિખર ધવન વર્ષ ૨૦૨૧માં પત્ની આયેશા મુખર્જી (Ayesha Mukherjee)થી જુદા થયા હતા. લગ્નના નવ વર્ષ બાદ ધવને પત્નીથી છૂટાછેડા લીધા હતા. ત્યારથી તે સિંગલ લાઇફ જીવી રહ્યા હતા, પરંતુ હવે તેઓ ફરી રિલેશનશિપમાં હોવાના સમાચાર મળ્યા છે.

આ પણ વાંચો – શિખર ધવન અને આયશા મુખર્જીના ૯ વર્ષના લગ્નજીવનનો અંત, આવી હતી લવસ્ટોરી...

તમને જણાવી દઈએ કે, શિખર ધવન અને આયેશાની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી. આ બન્નેને મળાવવાનું કામ ટીમ ઈન્ડિયાના અનુભવી બોલર હરભજન સિંહે કર્યું હતું. આયેશા શિખર ધવન કરતા ઉંમરમાં દસ વર્ષ મોટા હતા. ધવન અને આયેશાને ઝોરાવર નામનો પુત્ર પણ છે. વર્ષ ૨૦૧૪માં આયેશાએ ધવનના પુત્ર જોરાવરને જન્મ આપ્યો હતો. આયેશાને પહેલા લગ્નથી બે દીકરીઓ છે. નવ વર્ષ સુધી સાથે રહ્યાં બાદ ધવન અને આયેશા અલગ થઈ ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2023 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK