શિખર ધવન છેલ્લે ડિસેમ્બર ૨૦૨૨માં છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં યુવા બૅટર શુભમન ગિલે ભારતીય ટીમમાં તેની જગ્યા લઈ લીધી હતી. શિખર ધવને ગયા મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી
શિખર ધવન
ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને હાલમાં પોતાના ઇન્ટરનૅશનલ ક્રિકેટના રિટાયરમેન્ટ વિશે ખુલાસો કર્યો હતો. લેજન્ડ્સ લીગ ક્રિકેટમાં રમી રહેલા શિખર ધવને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરવા માટે મારામાં ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની કોઈ પ્રેરણા બચી નહોતી. હું ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માગતો નહોતો જે મેં ૧૮-૧૯ વર્ષની ઉંમરે રમવાની શરૂ કરી હતી. હું બે વર્ષથી વધારે ક્રિકેટ રમી રહ્યો નહોતો, માત્ર IPLની એક સીઝનથી બીજી સીઝન રમી રહ્યો હતો. એથી અંતે મેં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાનું નક્કી કર્યું.’
શિખર ધવન છેલ્લે ડિસેમ્બર ૨૦૨૨માં છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં યુવા બૅટર શુભમન ગિલે ભારતીય ટીમમાં તેની જગ્યા લઈ લીધી હતી. શિખર ધવને ગયા મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.