ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન હવે નેપાલના ક્રિકેટ મેદાન પર ધમાલ મચાવતો જોવા મળશે. નેપાલ ક્રિકેટની પહેલી T20 ફ્રૅન્ચાઇઝી લીગ નેપાલ પ્રીમિયર લીગમાં તે કર્નાલી યૅક્સ માટે રમતો જોવા મળશે.
શિખર ધવન
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન હવે નેપાલના ક્રિકેટ મેદાન પર ધમાલ મચાવતો જોવા મળશે. નેપાલ ક્રિકેટની પહેલી T20 ફ્રૅન્ચાઇઝી લીગ નેપાલ પ્રીમિયર લીગમાં તે કર્નાલી યૅક્સ માટે રમતો જોવા મળશે. ગઈ કાલે નેપાલમાં ફ્રૅન્ચાઇઝી દ્વારા તેનું ગ્રૅન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે શરૂ થયેલી આ લીગની ઓપનિંગ મૅચ જોવા તે મેદાનમાં હાજર રહ્યો હતો. ભારતીય ક્રિકેટથી દૂર હવે તે નેપાલના ક્રિકેટ-ફૅન્સનું મનોરંજન કરતો જોવા મળશે. તેની ટીમ બીજી ડિસેમ્બરથી પોતાનું અભિયાન શરૂ કરશે. ૬ ફ્રૅન્ચાઇઝીવાળી આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ૨૧ ડિસેમ્બરે રમાશે.