પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાનીએ કહ્યું કે ટીમને કોઈ પણ ફૉર્મેટમાં વાઇસ-કૅપ્ટનની જરૂર નથી હોતી
શાહિદ આફ્રિદી
પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સલાહ આપી છે કે ત્રણેય ફૉર્મેટમાં માત્ર એક જ સુકાની હોવો જોઈએ. શાહિદ આફ્રિદીનું નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમે સુકાની તરીકે રાજીનામા આપ્યા બાદ ત્રણેય ફૉર્મેટમાં અલગ-અલગ સુકાની નિયુક્ત કર્યા.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ ૨૦૨૩ બાદ બાબર આઝમે ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાંથી સુકાની તરીકે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાન મસૂદને ટેસ્ટ ક્રિકેટમાં અને શાહીન આફ્રિદીને ટી૨૦ ક્રિકેટમાં સુકાની બનાવ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની શાહિદ આફ્રિદીનું માનવું છે કે એક સુકાનીથી આંતરિક હિતની તકલીફ ઓછી થાય છે અને ટીમમાં સ્પષ્ટ લીડરશિપ જોવા મળે છે. તેમણે કહ્યું કે આ વિચારથી ખેલાડીને સ્પષ્ટ સંદેશ મળશે કે લીડર કોણ છે?