પાકિસ્તાને હાલમાં જ અબરાર અહમદ અને કામરાન ગુલામને સ્ક્વૉડમાં ફરી સામેલ કર્યા હતા
શાહીન શાહ આફ્રિદી
પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે આજથી રાવલપિંડીમાં બીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે. પાકિસ્તાનની નજર આ ટેસ્ટ જીતીને બે મૅચની આ સિરીઝને ડ્રૉ કરવા પર રહેશે. ગઈ કાલે બન્ને ટીમોએ આ ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી હતી જેમાં પાકિસ્તાની ટીમે મૅચ-વિનર ખેલાડીને બહાર રાખીને સ્પિનર અબરાર અહમદને ટીમમાં સામેલ કર્યો છે. પાકિસ્તાને હાલમાં જ અબરાર અહમદ અને કામરાન ગુલામને સ્ક્વૉડમાં ફરી સામેલ કર્યા હતા.
હેડ કોચ જેસન ગિલેસ્પીએ કહ્યું કે ‘શાહીન શાહ આફ્રિદી પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. તેણે તેની ખામીઓ સ્વીકારી છે અને તે હવે એના પર કામ કરશે. આ વિરામ તેને તેના પરિવાર સાથે સમય પસાર કરવાની તક આપશે.’
ADVERTISEMENT
પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બે વિકેટ લઈને ૮૮ રન આપનાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી હાલમાં જ પિતા બન્યો છે. બીજી ટેસ્ટ પહેલાં તેને ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યો હતો અને હવે તેને આરામ આપવાનો ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે.