India reaching the World Cup 2023 finals: ભારતના વર્લ્ડ કપ 2023ના ફાઈનલમાં પહોંચવા પર શાહરુખ ખાને સ્પેશિયલ મેસેજ શૅર કર્યો છે, જેના પર ચાહકોના પણ રિએક્શન જોવા મળ્યા છે.
શાહરુખ ખાન (ફાઈલ તસવીર)
India reaching the World Cup 2023 finals: ભારતના વર્લ્ડ કપ 2023ના ફાઈનલમાં પહોંચવા પર શાહરુખ ખાને સ્પેશિયલ મેસેજ શૅર કર્યો છે, જેના પર ચાહકોના પણ રિએક્શન જોવા મળ્યા છે.
India reaching the World Cup 2023 finals: ન્યૂઝીલેન્ડને સેમી ફાઈનલમાં હરાવવા માટે ભારત વર્લ્ડ કપ 2023ના ફાઈનલમાં પહોંચી ગયું છે, જેને કારણે દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે. તો આ સેલિબ્રેશનમાં સેલેબ્સ પણ ક્યાંય પાછા પડ્યા નથી અને તેમણે સોશિયલ મીડિયા દ્વારા રિએક્શન આપ્યા છે. પણ હવે કિંગ ખાન એટલે કે શાહરુખ ખાને ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે એક ખાસ મેસેજ લખ્યો છે, જેના પછી ચાહકો આશા રાખી રહ્યા છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં તે હાજરી આપશે.
ADVERTISEMENT
હકીકતે, શાહરુખ ખાને એક્સ પર એક ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાની તસવીર શૅર કરતા લખ્યું, "વાહ બૉઇઝ!!! ટીમ સ્પિરીટ અને રમતનું શું સુંદર પ્રદર્શન હતું, હવે ફાઈનલ જીતવા સુધી. શુભેચ્છાઓ... ભારત!!! આ ટ્વીટને શૅર કરતાં જ ચાહકોએ કોમેન્ટમાં પોતાના મનની વાતો રજૂ કરવાનું શરૂ કરી દીધું છે."
Yay boys!!! What a display of team spirit and play. Unto winning the finals now. All the best….India !!! pic.twitter.com/SKmQp0nSj9
— Shah Rukh Khan (@iamsrk) November 15, 2023
એક યૂઝરે લખ્યું, 2023માં કિંગ્સનું કમબૅક. બીજા યૂઝરે લખ્યું, છેલ્લે તમે ફાઈનલ મેચ જોવા ગયા હતા ત્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી હતી. ઑલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા માટે.
ત્રીજા યૂઝરે લખ્યું, વધામણી, ભારત! ટીમ સ્પિરીટ અને ઉત્કૃષ્ટ રમતનું અવિશ્વસનીય પ્રદર્શન કોઈપણ પ્રેરણાથી ઓછું નથી. અમારા કિંગ આ વર્લ્ડ કપની બ્રાન્ડના એમ્બેસેડરે પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી. ઈન્ડિયા હવે માત્ર વિશ્વ કપ ઉઠાવવાની રાહ છે આ રવિવારે ફાઈનલમાં!
2023 - Comeback of the Kings ?? pic.twitter.com/ktGtcq8Bnw
— Gaurav (@SRKgaurav1) November 15, 2023
જણાવવાનું કે, સેમીફાઈનલમાં જીત બાદ હવે 19 નવેમ્બરના ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાહકો માત્ર દિવસો ગણતા અને ઉત્સવ ઉજવતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપના યજમાન ભારતે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને ૭૦ રનથી હરાવીને ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમી ફાઇનલની હારનો બદલો લઈ લીધો હતો. ભારત રવિવારે અમદાવાદમાં રમાનારી ફાઇનલમાં પહોંચી ગયું છે. વન-ડે વર્લ્ડ કપમાં ભારતની (૧૯૮૩, ૨૦૦૩, ૨૦૧૧ પછી) આ ચોથી ફાઇનલ છે.
ભારતે ૩૯૮ રનનો લક્ષ્યાંક આપ્યા પછી કિવીઓ ૩૨૭ રને આઉટ થયા હતા. મોહમ્મદ શમીએ કટોકટીના સમયે એક કૅચ છોડ્યો હતો, પરંતુ ત્યાર પછી તે ૫૭ રનમાં વિક્રમજનક ૭ વિકેટની ઍનૅલિસિસ સાથે સુપરહીરો બની ગયો હતો. જોકે બૅટિંગમાં વિરાટ કોહલી (૧૧૭ રન, ૧૧૩ બૉલ, બે સિક્સર, નવ ફોર), શ્રેયસ ઐયર (૧૦૫ રન, ૭૦ બૉલ, આઠ સિક્સર, ચાર ફોર) અને શુભમન ગિલ (૮૦ અણનમ, ૬૬ બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર)એ ભેગા થઈને ભારતને ૩૯૭/૪નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો.

