૨૦૨૪ના નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા-ટૂર માટે સ્ક્વૉડમાંથી ભારતની સ્ટાર ઓપનિંગ બૅટર શફાલી વર્માને ડ્રૉપ કરવામાં આવી હતી
શફાલી વર્મા
૨૦૨૪ના નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા-ટૂર માટે સ્ક્વૉડમાંથી ભારતની સ્ટાર ઓપનિંગ બૅટર શફાલી વર્માને ડ્રૉપ કરવામાં આવી હતી. એ સમયે તે છેલ્લી ૧૦ ટેસ્ટ-ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી ફટકારી શકી નહોતી, પણ એક ઇન્ટરવ્યુમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો કે ‘મને ટીમમાંથી બહાર કરવામાં આવી એના બે દિવસ પહેલાં મારા પપ્પાને હાર્ટ-અટૅક આવ્યો હતો. મેં તેઓ સ્વસ્થ થાય ત્યાં સુધી આ સમાચાર તેમનાથી છુપાવ્યા હતા. તેઓ હૉસ્પિટલમાં હતા. મેં તેમને એક અઠવાડિયા પછી કહ્યું કે મને ડ્રૉપ કરવામાં આવી છે.’
પપ્પાના પ્રેમનું વર્ણન કરતાં શફાલીએ કહ્યું હતું કે ‘પપ્પા બધું જ જાણે છે. ક્યારેક બાળકો તરીકે આપણે પણ આપણી શક્તિઓ ભૂલી જઈએ છીએ, પણ તેઓ ભૂલતા નથી. તેમણે મને મારા બાળપણના વર્કઆઉટ્સ અને ડ્રિલ્સની યાદ અપાવી. તેઓ મારી શક્તિ છે.’
ADVERTISEMENT
૨૦ વર્ષની આ ક્રિકેટર વાપસી માટે પોતાની રમત અને ફિટનેસ પર કામ કરી રહી છે. હાલમાં તેણે ભારતની બે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.