દસમી પુણ્યતિથિ પર આ જ મેદાન પર શેફિલ્ડ શીલ્ડની એક મૅચ પહેલાં તમામ ક્રિકેટર્સે દિવંગત ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી હતી
૧૦ વર્ષ જૂની ખૌફનાક ઘટનાને યાદ કરીને રડી પડ્યો ફાસ્ટ બોલર શૉન અબૉટ
૨૦૧૪ની ૨૭ નવેમ્બરે ઑસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પચીસ વર્ષના ક્રિકેટર ફિલિપ હ્યુઝનું મૃત્યુ થયું હતું. એ સમયે ન્યુ સાઉથ વેલ્સ અને સાઉથ ઑસ્ટ્રેલિયા વચ્ચેની શેફિલ્ડ શીલ્ડ મૅચ દરમ્યાન ફાસ્ટ બોલર શૉન અબૉટનો બાઉન્સર બૉલ ફિલિપ હ્યુઝની ગરદન પર વાગ્યો અને ક્રિકેટ પિચ પર તેનું મૃત્યુ થયું હતું. ગઈ કાલે તેની દસમી પુણ્યતિથિ પર આ જ મેદાન પર શેફિલ્ડ શીલ્ડની એક મૅચ પહેલાં તમામ ક્રિકેટર્સે દિવંગત ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી હતી. એ સમયે ફાસ્ટ બોલર શૉન અબૉટ એ ઘટના યાદ કરીને પોતાનાં આંસુ રોકી શક્યો નહોતો. ૬ ડિસેમ્બરે ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ઍડીલેડ ટેસ્ટ પહેલાં પણ આ દિવંગત ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.